સની લીઓની સાઉથ હોરર કોમેડી ફિલ્મ ઓહ માય ઘોસ્ટથી ડેબ્યુ કર્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સની લીઓનીને બોલિવૂડે રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી અને સનીએ પણ પોતાની સુંદરતા સાથે ડાન્સથી ઓડિયન્સના મન મોહી લીધા હતા. બોલિવૂડમાં પગ જમાવ્યા બાદ સનીને સાઉથમાંથી પણ ઓફર મળી રહી છે. સનીએ સાઉથમાં હોરર કોમેડી ફિલ્મથી ડેબ્યુ કર્યું છે, જેનું નામ ઓહ માય ઘોસ્ટ છે. આ ફિલ્મનું ટીઝર રીલિઝ થયું છે. સનીને ઘરેણાથી લદાયેલી અને હથિયારોથી સજ્જ જોઈ શકાય છે. ઓહ માય ઘોસ્ટમાં સનીની સાથે યોગી બાબુ, સતીશ, ધરશા ગુપ્તા, મોત્તઈ રાજેન્દ્રન, રમેશ થિલક, અર્જુનન અને થંદા દુરઈ પણ છે. ફિલ્મમાં સનીના ગ્લેમરની સાથે જ્વેલરીની ચમક અને હથિયારોની રણકાર સાંભળવા મળે છે. ચંદ્રમુખીની જેમ મોડર્ન સોસાયટીની સાથે માઈથોલોજીનો તેમાં સમાવેશ થયો હોવાનો અંદાજ છે. સનીએ અગાઉ હોરર ફિલ્મ રાગિની એમએમએસ ૨માં કામ કર્યું હતું. જો કે કરિયરની પહેલી હોરર કોમેડી ફિલ્મ ઓહ માય ઘોસ્ટ છે. ફિલ્મમાં સુંદર ભૂત બનીને સની લોકોને ડરાવશે. સનીએ ટીઝર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું, શું તમે અત્યાર સુધીની સૌથી વધુ બોલ્ડ ભૂતને વશ થવા તૈયાર છો?

Share This Article