બોલ્ડ સ્ટાર સની લિયોન લો પ્રોફાઇલ રહેવા માટે ઇચ્છુક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ : પોતાના બોલ્ડ અંદાજ માટે જાણિતી અને સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી અભિનેત્રી સની લિયોન હકીકતની લાઇફમાં ખુબ જ સિમ્પલ લાઇફ જીવે છે.  તે લો પ્રોફાઇલ રહેવા માટે ઇચ્છુક છે. જો કે તે સેલિબ્રિટી તરીકે ઉભરી ચુકી છે જેથી ઇચ્છા હોવા છતાં તે લો પ્રોફાઇલ તરીકે રહી શકતી નથી.  સની લિયોન ફિલ્મોમાં હંમેશા પોતાના બોલ્ડ સીન માટે ચર્ચામાં રહે છે. એક્ટિંગ ઉપરાંત સની લિયોન અનેક સામાજિક કાર્યો સાથે પણ જોડાઈ ચુકી છે. ભારતમાં આવ્યા બાદથી તેને ખુબ સન્માન મળી રહ્યું છે. બોલીવુડમાં પણ હવે તેને પસંદ કરવામાં આવી રહી છે. સની લિયોન પ્રાણીઓની જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાઈ ચુકી છે. પ્રાણીઓની સંસ્થાઓ સાથે જોડાઈ જઇને તે સામાજિક કામ કરી રહી છે.

સની લિયોનની  ફિલ્મો ઓછી આવી રહી છે પરંતુ આઇટમ સોંગના કારણે વધારે જાણીતી રહી છે. તેના આઇટમ સોંગની હમેંશા ધુમ રહે છે.  તેના આઇટમ સોંગની હમેંશા ચર્ચા રહી છે. શાહરૂખ ખાનની રઇસમાં તેના આઇટમ સોંગે ભારે ધુમ મચાવી હતી. સની લિયોને પ્રાણીઓ પ્રત્યે પોતાના પ્રેમ અંગે વાત કરતા કહ્યું છે કે, દરેક વ્યક્તિએ પ્રાણીઓ પ્રત્યે સહકાર દર્શાવવાની ભાવના રાખવી જોઇએ. સની લિયોન પોતાની ફિલ્મી કેરિયરને લઇને આશાવાદી બનેલી છે. શાહરૂખ ખાન સાથેની ફિલ્મ રઇસમાં પણ તે આઇટમ સોંગ કરી ચુકી છે.તેની પાસે દક્ષિણ ભારતની ફિલ્મો પણ આવી રહી છે.  સની લિયોને બોલિવુડમાં પોતાની શિસ્તના કારણે હમેંશા સન્માન મેળવ્યુ છે.

 

 

Share This Article