કોકા કોલામાં સની લિયોન ડીગ્લેમ લુકમાં નજરે પડશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં હિન્દી ફિલ્મોમાં સની લિયોન પણ પોતાની છાપ ઉભી કરી ચુકી છે. સની લિયોન હવે હવે હોરર કોમેડી ફિલ્મ કોકા કોલામાં નજરે પડનાર છે. આ ફિલ્મ માટે સની લિયોન ખુબ મહેનત કરી રહી છે. ફિલ્મમાં તે મેક અપ વગરના લુકમાં નજરે પડનાર છે. સાથે સાથે તે ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા માટે ભોજપુરી ભાષા પણ શીખી રહી છે. સોશિયલ મિડિયા પર સની લિયોનના કેટલાક ફોટો પણ સપાટી પર આવ્યા છે.

જેમાં ફિલ્મના સેટ પર સની લિયોન કોઇ પણ મેક અપ વગર નજરે પડી રહી છે. ફિલ્મના તમામ ફોટોને જોઇને તમામ ચાહકો પણ માની જશે કે સની લિયોન પોતાની ભૂમિકાને લઇને કેટલી હદ સુધી ગંભીર રહે છે. સાથે સાથે પોતાના લુકને લઇને પણ કેટલી સાવધાન રહે છે. ફિલ્મમાં સની લિયોન સાડી પહેરેલી નજેર પડી રહી છે. સાડીમાં સની લિયોન વધારે ખુબસુરત દેખાઇ રહી છે. ભોજપુરી ફિલ્મને લઇને સની લિયોને કહ્યુ હતુ કે તે આ ભાષા શિખવાને લઇને આશાવાદી બનેલી હતી. તેનુ કહેવુ છે કે આ ફિલ્મમાં સની લિયોન એક નવા લુકમાં દેખાશે. કોકા ફિલ્મનુ શુટિંગ હાલમાં નોયડામાં ચાલી રહ્યુ છે.

આ ફિલ્મમાં સની લિયોન ઉપરાંત મંદાના કરીમી પણ કામ કરી રહી છે. ફિલ્મમાં સની લિયોનની સાથે કેટલાક નવા કલાકારોને લેવામાં આવ્યા છે. કોકા કોલા ફિલ્મનુ શુટિંગ હાલમાં નોયડામાં ચાલી રહ્યુ છે. સની લિયોન આ ફિલ્મ ઉપરાંત પણ કેટલીક સાઉથની ફિલ્મમાં કામ કરી રહી છે.

ફિલ્મમાં સની લિયોનની બોલબાલા એક આઇટમ નંબર તરીકે હાલના સમયમાં વધારે રહી છે. તે કેટલીક ફિલ્મોમાં આઇટમ સોંગ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે કોકા કોલા ફિલ્મ માટે સની લિયોનની સાડી દેશના જુદા જુદા ભાગોમાંથી મંગાવવામાં આવી છે. હોરર ફિલ્મમાં સની લિયોન એક શાનદાર પડકારરૂપ ભૂમિકામાં નજરે પડનાર છે.

Share This Article