એક્શન સુપરસ્ટાર પરત આવ્યા છે. સની દેઓલની આગામી એક્શન ફિલ્મ જાટનું બહુપ્રતિક્ષિત ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે, જેણે ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ગઈકાલે થિયેટરોમાં બ્લોકબસ્ટર પુષ્પા 2 સાથે સંકળાયેલા એક વિશિષ્ટ પ્રીમિયર બાદ, ટીઝરનું વિશ્વભરમાં રેકોર્ડબ્રેક 12,500 સ્ક્રીન્સ પર પ્રીમિયર થયું, જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટું ટીઝર લોન્ચ છે.
સિનેમાઘરોમાં દર્શકોની એનર્જી જોરદાર હતી કારણકે દર્શકોએ સની દેઓલની એન્ટરટેઇનિંગ પરફોર્મન્સ અને રોમાંચકારી એક્શનથી ભરપૂર સીન્સ જોઈને ખૂબ સીટીઓ મારી અને તાળીઓ વગાડી. ટિઝરે દર્શકોને તેમની સીટ સાથે બાંધી રાખ્યા, કારણકે આ ટીઝર એ વાતની યાદ અપાવે છે કે સની દેઓલ ભારતીય સિનેમાના ઓરીજનલ એક્શન હીરો કેમ છે!
સ્વપ્નદ્રષ્ટા ગોપીચંદ માલિનેની દ્વારા નિર્દેશિત અને માઈથ્રી મૂવી મેકર્સ અને પીપલ મીડિયા ફેક્ટરીની પાવરહાઉસ જોડી દ્વારા નિર્મિત, જાટ એક્શન શૈલીને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. રણદીપ હુડા, વિનીત કુમાર સિંઘ, સૈયામી ખેર અને રેજિના કેસાન્ડ્રા જેવી અદભૂત કલાકારો સાથે, આ ફિલ્મ તેની એક્શન જેટલી શક્તિશાળી વાર્તાનું વચન આપે છે.
“જાટ” નું સંગીત સેન્સેશનલ થમન એસ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જેમાં ઋષિ પંજાબી સિનેમેટોગ્રાફી સંભાળી છે, નવીન નૂલી એ ફિલ્મનું સંપાદન સંભાળ્યું છે અને અવિનાશ કોલા પ્રોડક્શન ડિઝાઇન સંભાળે છે. એક્શન કોરિયોગ્રાફર અનલ અરાસુ, રામ લક્ષ્મણ અને વેંકટના ટેકનિકલ ક્રૂ અદભૂત સ્ટન્ટ્સ અને એક્શન સિક્વન્સ આપવાનું વચન આપે છે જે પ્રેક્ષકોને તેમની સીટ સાથે બાંધી રાખશે. ટીઝર ફિલ્મ જાટના સિનેમેટિક સ્પેક્ટેકલની એક ઝલક માત્ર આપે છે. જેમ- જેમ ફિલ્મ રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થાય છે, ફેન્સ એપ્રિલ 2025માં સિનેમાઘરોમાં ફિલ્મ આવવા પર રોમાંચથી ભરપૂર યાત્રા માટે તૈયાર થઇ રહ્યાં છે.