સની દેઓલે બોલિવૂડના આ સ્ટાર્સ પર કટાક્ષ કરતા કહ્યું, છોકરી બની ગયા હોય એવું લાગે છે..”

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક સમયે સની દેઓલે એકથી એક સુપરહિટ ફિલ્મો આપી લોકોના દિલ જીતી લીધા હતા. તેની ગદર ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. હવે તે ફરી ફિલ્મી પડદે ધમાલ મચાવવા તૈયાર છે. ટૂંક સમયમાં સનીની ગદર ૨ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન ચાલી રહ્યું છે. સની દેઓલ અને અમીશા પટેલ અવારનવાર ટીવી શોમાં અને ઇન્ટરવ્યૂમાં જોવા મળે છે. આ દરમિયાન સની દેઓલે પુરુષ કલાકાર શા માટે બોડી શેવ કરાવે છે? તે અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેણે ઇન્ટરવ્યૂમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રીના ઘણા પાસાઓ અંગે વાત કરી છે. આજતકને આપેલા ઈન્ટરવ્યૂમાં સની દેઓલે પોતાના શરીરને શેવ કરાવતા કલાકારોને આડે હાથ લીધા હતાં. તેણે કહ્યું કે, બોડી શેવ કરીને કલાકારોને લાગે છે કે તેઓ ‘સ્ટાર’ બની ગયા. પણ મને આવું કરવામાં ખૂબ શરમ આવે છે, આપણે શરીરના વાળ શેવ કરાવીએ ત્યારે આપણે છોકરી બની ગયા હોય એવું લાગે છે. સનીએ આગળ કહ્યું કે, “તેણે જીવનમાં ક્યારેય સિક્સ-પેક એબ્સ બનાવવાનું વિચાર્યું ન હતું. કારણ કે મને લાગે છે કે અમે અભિનેતા છીએ, કોઈ બોડી બિલ્ડર્સ નહીં કે આવું કરવું પડે. અમે આ ઇન્ડસ્ટ્રીમાં માત્ર એક્ટિંગ માટે આવ્યા છીએ બોડી બિલ્ડિંગ માટે નહીં.” ગદર ૨ના પ્રમોશન માટે સની દેઓલ અને અમીષા પટેલ અટારી-વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા. આ દરમિયાન સની દેઓલે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ થા અને ઝિંદાબાદ રહેગા’ના નારા પણ લગાવ્યા હતા. પ્રમોશન દરમિયાન તેણે ભારતીય સૈનિકો સાથે મસ્તી પણ કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, આગામી ૧૧ ઓગસ્ટે સની દેઓલની ગદર ૨ રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસે અક્ષય કુમારની ફિલ્મ પણ રિલીઝ થશે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ર્ંસ્ય્ ૨ અને ગદર વચ્ચે ટક્કર જોવા મળશે. હવે આ બંને ફિલ્મોમાંથી કોને વધુ દર્શકો મળે છે તે જોવાનું રહ્યું. આ બંને ફિલ્મો પ્રત્યે ચાહકોને ઘણી બધી અપેક્ષાઓ છે. બંને ફિલ્મોના પહેલા ભાગ સુપરહિટ રહ્યા હતા.

Share This Article