નવી દિલ્હી : લોકપ્રિય અભિનેતા સની દેઓલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયો છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. થોડાક દિવસ પહેલા અમિત શાહને સની દેઓલ મળ્યો હતો. ત્યારબાદથી એવી ચર્ચા ચાલી રહી હતી કે સની દેઓલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ જશે. આજ સની દેઓલ વિધિવત રીતે ભાજપમાં સામેલ થઇ ગયો હતો. સની દેઓલ આજે કેન્દ્રિય પ્રધાન નિર્મલા સીતારામન અને અન્ય કેન્દ્રિય પ્રધાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. એવા સંકેત મળી રહ્યા છે કે સની દેઓલને ગુરૂદાસપુરમાંથી ટિકિટ મળી શકે છે.
સની દેઓલના પિતા ધર્મેન્દ્રે વિતેલા વર્ષોમાં ભાજપની ટિકિટ પર બીકાનેરમાંથી ચૂંટણી લડી હતી. સની દેઓલે કેન્દ્રિય પ્રધાન પિયુશ ગોયલની હાજરીમાં પાર્ટીમાં સામેલ થઇને ચર્ચાનો અંત આવ્યો હતો. પંજાબમાં બાજપ-શિરોમણી અકાળી દળની સાથે ચૂંટણી લડી હતી. ગુરૂદાસપુરની ટિકટ મહત્વપૂર્ણ બની ગઇ છે. પરિવારમાં અનેક સભ્યો રાજકારણમાં રહ્યા છે. હેમા માલિની પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ છે. પિતા ધર્મેન્દ્રે વર્ષ ૨૦૦૪માં રાજસ્થાનની બિકાનેર સીટ પરથી ચૂંટણી લડી હતી.
ગુરૂદાસપુર સીટ ભાજપની ગઢ સમાન સીટ છે. બે દશકથી ભાજપની સીટ રહી છે. પૂર્વ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે વિનોદ ખન્ના અહીંથી સાંસદ હતા. ખન્નાએ અહીંથી ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૧૪માં જીત મેળવી હતી. આ વખતે સની દેઓલને ટિકિટ મળે તેવા સંકેત મળી રહ્યા છે.