અમદાવાદની જાણીતી સન પેથોલોજી લેબોરેટરી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સોમનાથ ઉદ્યાન પરિવારના આપણા વડીલોની સંભાળ માટે મફત અને ડિસ્કાઉન્ટેડ આરોગ્ય તપાસ શિબિરનું આયોજન
વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવી એ સન પેથોલોજી લેબ નું સૌપ્રથમ પ્રાથમિકતા રહ્યું છે .વૃદ્ધત્વ અનન્ય સ્વાસ્થ્ય પડકારો લાવે છે, અને સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ જીવન માટે તબીબી પરિસ્થિતિઓનું વહેલું નિદાન મહત્વપૂર્ણ છે. એટલે સન પેથોલોજી લેબોરેટરી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે વૃદ્ધ વ્યક્તિઓને તેમની જરૂરિયાતો અનુસાર મફત અને ડિસ્કાઉન્ટેડ આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન સોમનાથ ઉદ્યાન પરિવારના વડીલો માટે akin residency આંબાવાડી ખાતે કરીને તેમને ટેકો આપવામાં આવ્યો હતો.
સન પેથોલોજી લેબોરેટરી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મયંક જોશી અને શ્રીમતી પિંકી જોશીના ટીમ દ્વારા આ મફત આરોગ્ય તપાસનું કેમ્પ રાખવામાં આવ્યું હતું. જેથી વરિષ્ઠ નાગરિકોને આવશ્યક તબીબી તપાસ મળી શકે.