અમદાવાદ : આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની મ્યુચ્યુઅલ ફંડ પાંખ આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે આદિત્ય બિરલા સન લાઈફ ફાર્મા એન્ડ હેલ્થકેર ફંડ લોન્ચ કર્યું છે, જે ફાર્મા અને હેલ્થકેર સર્વિસ સેક્ટરમાં રોકાણ કરનારી ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. આ ફંડ તા.૨૦મી જૂન, ૨૦૧૯ના રોજ ખુલશે. ભારતીય ફાર્મા ઉદ્યોગ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ યુએસ ડોલરનો ઉદ્યોગ બની જશે તેવો અંદાજ છે, જેમાં સ્થાનિક ફાર્માની વૃદ્ધિ વાર્ષિક ૧૦-૧૨ ટકા રહેવાની અપેક્ષા છે. ભારતીય ફાર્મા કંપનીઓ જેનેરિક ડ્રગના ઉત્પાદનમાં વૈશ્વિક લીડર્સ છે. ઉલટાનું અમેરિકામાં વેચાતી પ્રત્યેક ત્રણમાંથી એક દવા ભારતીય ફાર્મા કંપની દ્વારા પૂરી પાડવામાં આવે છે. બ્રાન્ડેડમાંથી જેનેરિક દવામાં વૈશ્વિક પરિવર્તન ટેઈલવાઈન્ડ તરીકે કામ કરશે અને ભારતીય ફાર્મા માટે નિકાસ બજારને વધુ પ્રોત્સાહન આપશે.
આયુષ્માન ભારત જેવી યોજનાઓ મારફત જાહેર આરોગ્ય પર સરકારી ખર્ચ વધતા, સ્વાસ્થ્ય વીમાનો પ્રસાર વધતા, લાંબા જીવનની અપેક્ષા અને સ્વાસ્થ્ય અને સુખાકારી પર ખર્ચમાં વધારા જેવી બાબતો ફંડની વૃદ્ધિ માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે. આ ફંડના લોન્ચીંગ પ્રસંગે આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના સીઈઓ એ. બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, આ એનએફઓ તા.૨૦મી જૂનના રોજ ખૂલશે અને તા.૪ જુલાઈના રોજ બંધ થશે. સ્કીમ માટેની એપ્લીકેશનની લઘુત્ત રકમ રૂ.૧૦૦૦ છે.
આ સેક્ટર છેલ્લા ૨-૩ વર્ષ સિવાય ૧૦ વર્ષથી વધુ સમયથી ઉત્કૃષ્ટ દેખાવ કરે છે. મજબૂત વળતર માટે સજ્જ આ ક્ષેત્રમાં આકર્ષક બજાર મૂલ્યાંકન અને સંભવિત વૃદ્ધિ આગામી બજાર સાઈકલમાં રોકાણની તકો આપે છે. નવી બિઝનેસ સાઈકલ અને ડાયગ્નોસ્ટિક્સ, વેલનેસ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ જેવા ઊંચી વૃદ્ધિની સંભાવના અને નફાકારક નવા ઉદ્યોગો આવવાની સાથે રોકાણની ઉપલબ્ધતાથી આ ક્ષેત્ર પહેલાં કરતાં વાયબ્રન્ટ થઈ ગયું છે.