અમદાવાદ: દેશની જાણીતી રીઅલ એસ્ટેટ કંપની, સુમિત વુડ્સ લિમિટેડ, તેનો રૂ. ૧૦ મૂળ કીંમત ધરાવતા ૪૦,૫૩,૦૦૦ ઇક્વિટી શેર સાથે માર્કેટમાં આવી રહી છે. સુમિત વુડ્સ લિ.નો આઇપીઓ તા.૨૯મી ઓગસ્ટ,૨૦૧૮ના રોજ ખુલશે અને તા.૩૧મી ઓગસ્ટ,૨૦૧૮ના રોજ બંધ થશે. કંપની દ્વારા શેરની ઓફર પ્રાઇઝ રોકડેથી રૂ. ૪૩ થી ૪પ ની કિંમતે ઓફર કરવામાં આવી છે. આ ઇશ્યૂમાં જાહેર જનતા માટેના ૩૮,૩૪,૦૦૦ ઇક્વિટી શેર્સ (નેટ ઇશ્યૂ)નો સમાવેશ થાય છે. ઇશ્યૂ અને નેટ ઇશ્યૂ કંપનીની ઈસ્યુ પછી ભરપાઈ થયા પછીની મૂડીના ૨૬.૫૦ ટકા અને ૨૫.૦૭ ટકા મૂડીનો હિસ્સો આપશે.
આ આઇપીઓ મારફતે કંપની અંદાજે કુલ રૂ.૮૦ કરોડથી વધુનું ભંડોળ ઉભુ કરશે એમ અત્રે સુમિત વુડ્ઝ લિ.ના મેનેજીંગ ડિરેકટર મીતારામ જાંગીડ અને ડાયરેકટર ફાયનાન્સ ભૂષણ નિમલેકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઈસ્યુમાં નિયુક્ત માર્કેટ મેકર માટે રૂ. ૧૦ નો એક એવા ૨,૧૯,૦૦૦ ઇક્વિટી શેર્સની અનામતનો સમાવેશ થાય છે. આ કંપનીની સ્થાપના તા.૯-૧-૧૯૯૭ ના રોજ કંપની એક્ટ ૧૯પ૬ હેઠળ સુમિત વૂડ પ્રાઈવેટ લિ. તરીકે કરવામાં આવી હતી, અને ત્યારબાદ કંપની એક્ટ હેઠળ પÂબ્લક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
દેશની જાણીતી રીઅલ એસ્ટેટ કંપની તરીકે હાલ કંપની રહેણાંક સ્કીમનો બાંધકામ માટે કામ કરવા, સ્થાવર મિલકતોના વિકાસ અને આયોજન, સિવીલ ઠેકેદારોના ધંધાનું સંચાલન કરવા સહિતના વ્યવસાય સાથે સંકળાયેલ છે. સુમિત વુડ્ઝ પ્રા.લિ દ્વારા અત્યારસુધીમાં દેશમાં ૧૯ મોટા અને મહત્વના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે. કંપની તા.૨૯મી ઓગસ્ટે આઇપીઓ લઇને આવી રહી છે, કંપનીના શેર્સ એનએસઇ અને એમએમઇ ઇમર્જ માટે લીસ્ટેડ થશે. સુમિત વુડ્ઝ લિ.ના મેનેજીંગ ડિરેકટર મીતારામ જાંગીડ અને ડાયરેકટર ફાયનાન્સ ભૂષણ નિમલેકરે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૩૧ વર્ષથી બાંધકામ અને વિકાસ પ્રવૃત્તિમાં સંકળાયેલા છીએ અને અમારી ગ્રુપ કંપનીઓએ મુંબઇ, થાણે અને ગોવામાં ઘણા નિવાસી અને વ્યવસાયિક પ્રોજેક્ટ્સનું નિર્માણ કર્યું છે. અમે અન્ય પ્રોજેક્ટ તરીકે વિશિષ્ટ એસપીવી સાથે મળીને સામૂહિક રીતે ૪,૫૦૦ થી વધુ એકમો સાથે રહીને કુલ ૨.૮૬ મિલિયન ચોરસ ફૂટના ૪૯ પ્રોજેક્ટ્સ આપ્યા છે.
અમારા ચાલુ અને આવનારા પ્રોજેક્ટ્સ માટે તેમ જ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, સુરક્ષિત લોનની ભરપાઇ-પૂર્વચૂકવણી માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુને પહોંચી વળવા માટે ભંડોળ પૂરું પાડવા કંપની આ ઇશ્યુ લઇને આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, કંપનીની નેટવર્થ અને નેટ પ્રોફીટમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં માર્ચ-૨૦૧૮માં જ કંપનીનો નેટ પ્રોફીટ રૂ.૫.૭૩ કરોડથી વધુને આંબ્યો હતો. તા. ૩૧ માર્ચ, ૨૦૧૮ ના રોજ અમારી કંપનીની નેટ વર્થ સ્ટેન્ડ એલોન બેઝીસ પર રૂ. ૪૬.૩૦ કરોડ અને એકીકૃત ધોરણે રૂ. ૪૯.૫૦ કરોડ હતી, જેથી કંપનીની પોસ્ટ ઇશ્યૂ નેટ વર્થ નોંધપાત્ર રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો.