સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દેશ ભરમાં ૧.૨૬ કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેન્દ્રીય નાણામંત્રી એરૂણ જેટલીએ આજે સામાન્ય બજેટ ૨૦૧૮-૧૯ને સંસદમાં રજૂ કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) અંતર્ગત વર્ષ દીઠ માત્ર રૂપિયા ૩૩૦ પ્રીમિયમ ચૂકવણી પર ર લાખ રૂપિયાના જીવન વીમાથી ૫.૨૨ કરોડ પરીવારે લાભ મેળવ્યો.

આજ પ્રકારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૩ કરોડ ૨૫ લાખ લોકોને વર્ષ દીઠ માત્ર ૧૨ રૂપિયા પ્રીમિયમની ચૂકવણી પર ર લાખ રૂપિયાનો વ્યક્તિગત દુર્ઘટના લાભ મળ્યો.

બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત જાન્યુઆરી ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ ખાતા યોજનાને અપાર સફળતા મળી છે. નાણા મંત્રીએ જણાવ્યું કે નવેમ્બર ૨૦૧૭ સુધી દેશભરમાં ૧.૨૬ કરોડથી વધુ બાળાઓના ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં ૧૯,૧૮૩ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા.

Share This Article