બિઝનેસમેનના પુત્રએ નવમા માળેથી પડતું મુકતા મોત થયું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પાલડી વિસ્તારમાં એક બિઝનેસમેનનના ૨૦ વર્ષીય પુત્રએ  નવમાં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. ૨૦ વર્ષીય સાહીલ શાહ નિરમા યુનિવર્સિટીમાંથી બીબીએનો અભ્યાસ પૂર્ણ કરી પિતાની રિયલ એસ્ટેટ કંપનીમાં સીઇઓ તરીકે જાડાયો હતો અને તે પરિવારનો એકનો એક પુત્ર હતો. જા કે, આ યુવક દ્વારા એપાર્ટમેન્ટના નવમા માળથી ઝંપલાવી આત્મહત્યા કરવાને પગલે સ્થાનિક રહીશો સહિત લોકોમાં ભારે અરેરાટીની લાગણી પણ ફેલાઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

બીજીબાજુ, યુવકની આત્મહત્યાને લઇ અનેક અટકળો અને તર્ક વિતર્ક વહેતા થયા હતા. બીટકોઇનમાં યુવકના માથે બહુ દેવું થઇ ગયું હોવા સહિતના કેટલાક કારણો ચર્ચાઇ રહ્યા છે પરંતુ પોલીસ તમામ મુદ્દે ખરાઇ કરી તપાસને આગળ વધારી રહી છે અને સાચુ કારણ શોધવામાં જાતરાઇ છે. શહેરના પાલડી વિસ્તારમાં પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં બિઝનેસમેન શૈલેનભાઇ શાહ તેમની પત્ની, પુત્ર સાહીલ શાહ અને પુત્રી સાથે રહે છે. સાહીલે નિરમા યુનિવર્સિટીમાંથી હમણાં જ બીબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને પોતાના પિતાની રિયલ એસ્ટેટ કંપની સ્પેસ અનલિમિટેડમાં સીઇઓ તરીકે જાડાયો હતો. તે પરિવારનો એકમાત્ર દિકરો હતો. આજે સવારે સાહીલે માતા-પિતા અને બહેન સાથે ચા-નાસ્તો કર્યા બાદ અચાનક જ એપાર્ટમેન્ટના નવમા માળેથી છલાંગ લગાવી ઝંપલાવ્યું હતું અને ધડામ્‌ દઇ જમીન પર પટકાયો હતો. જારદાર ધડાકા સાથે અવાજ આવતાં એપાર્ટમેન્ટના પા‹કગમાં ગાડી ધોઇ રહેલા બે લોકો ત્યાં દોડી આવ્યા હતા અને જાયું તો, સાહીલની લાશ લોહીના ખાબોચીયામાં પડેલી હતી. તેઓએ એપાર્ટમેન્ટના અન્ય રહીશો અને આખરે પરિવારને જાણ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરિવાર પર તો જાણે આભ તૂટી પડયું હતું. પાલડી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

નોંધનીય વાત એ છે કે, સાહીલને ડાન્સનો પણ ખૂબ શોખ હતો અને ફિલ્મ સ્ટાર્સ સહિતની સેલિબ્રિટીઝ સાથે પણ તેને ફોટો પડાવવાનો બહુ શોખ હતો. સાહીલના ફોટા જાણીતી બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝથી લઇ ટીવી એક્ટ્રેસ હેલી શાહ અને કોરિયોગ્રાફર સંદીપ સાપોરકર સહિતની અનેક હસ્તીઓ સાથે પણ જોવા મળે છે ત્યારે અચાનક આવા ખુશમિજાજ અને માત્ર ૨૦ વર્ષના યુવકે શા માટે આત્મહત્યાનું પગલું ભર્યું તેને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે પણ સમગ્ર મામલામાં સાચુ કારણ શોધવાની દિશામાં અસરકારક તપાસ શરૂ કરી છે.

Share This Article