સુફિયાનખાન જેઓ અમદાવાદના રામોલ ગામમાં સામાજિક આગેવાન છે.અમદાવાદ પૂર્વમાં તેઓ ખૂબ જ સામાજિક અને સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલ છે.લઘુમતી સમાજમા રહીને કોમીએકતા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. દાદા અને પિતાજી દ્વારા જે સંસ્કારોનું સિંચન પાલન કરી અમદાવાદ પૂર્વમાં રામોલમા સામાજિક કાર્યોને મહત્વતા આપીને તેઓ દ્વારા અનેક સમૂહ લગ્નના આયોજનમાં સહભાગી થયેલ છે ,સાથે સાથે વિસ્તારમા મંદિર, મસ્જિદ કે કોઈપણ ધર્મસ્થાન નિમાર્ણ કાર્ય સારું એવું યોગદાન આપે છે, તે થકી તેઓ રામોલ વિસ્તારમા ધ્વજ વંદન રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી,રામોલના વિકાસ નગરજનોની માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત,ગણપતિ ની મૂર્તિ સ્થાપન,દિવ્યાંગો ની સેવા,,હોસ્પિટલ દર્દીઓની સેવા,સમૂહ લગ્ન,ભોજન પ્રસાદીના દાતા,,દીકરીઓને કરિયાવર,યુવાનો માટે સ્પોર્ટ્સ, ક્રિકેટ ના આયોજન,શિક્ષણ સહાય,બ્લડ કેમ્પ,,ધર્મ પ્રેમી ડાયરા ના આયોજન,પદયાત્રીઓ માટે સેવા સેતુ ના કાર્યક્રમ,સરકાર શ્રી ની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા પ્રચારપ્રસાર પણ કરવામાં આવે છે.