બ્રાઝીલના એરપોર્ટ પર જાહેરાતની ડિસ્પ્લે સ્ક્રીન પર અચાનક પોર્ન ચાલુ થઈ જતા આશ્ચર્ય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બ્રાઝિલ એરપોર્ટ પર અચાનક એરપોર્ટ ડિસ્પ્લે સ્ક્રીન પર જાહેરાત અને એરલાઈન્સની માહિતીના બદલે પોર્ન ફિલ્મો ચાલવા લાગી. એરપોર્ટ ઓથોરિટીને જ્યારે આ ઘટનાની માહિતી મળતા તેઓ એક્શનમાં આવી ગયા અને પોલીસને સૂચના આપી દીધી હતી. એરપોર્ટ ઓથોરિટી ઇન્ફ્રારોનું કહેવું છે કે, શુક્રવારે રિયો ડી જિનેરિયોમાં એરપોર્ટ પર ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે સ્ક્રીનને હેક કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જ્યારે પોલીસનું કહેવું છે કે અમારી એક ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને એ જાણવાની કોશિશ કરી રહી છે કે ક્યાંક આના પાછળ કોઈ હેકર્સનો હાથ તો નથીને.. સોશિયલ મીડિયા પર આ ઘટનાથી જાેડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં સાંતોસ ડુમોંટ એરપોર્ટ પર યાત્રીઓને ડિસ્પ્લે સ્ક્રીન્સને જાેઈને હસતા અને તેઓ પોતાના બાળકોને છુપાવતા જાેઈ શકાય છે.

જ્યારે આ ઘટના પર એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે, ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે સ્ક્રીન પર દેખાડવામાં આવનારી માહિતી સેવાઓની જવાબદારી એક અન્ય કંપનીની છે. આ ઘટનાની જાણકારી આ કંપનીને આપી દેવામાં આવી છે. ઈન્ફ્રાઅરોએ જણાવ્યું છે કે, તેમણે હેક કરવામાં આવેલી સ્ક્રીન્સને તાત્કાલિક બંધ કરી દીધી છે. સ્ક્રીન પર જે કંઈ બન્યું, તેમાં તેમને કોઈ લેવાદેવા નથી. અમે સ્ક્રીન પર જાહેરાત દેખાડવા માટે એક થર્ડ પાર્ટી એજન્સી હાયર કરી રાખી છે.

જ્યારે કંપની તેના પર જાહેરાત દેખાડે છે, તેના સંદર્ભે કંપની પાસેથી આ સંદર્ભે જાણકારી માંગવામાં આવી છે. ડિસ્પ્લે સ્ક્રીનને હેક કરવામાં આવી છે કે કોઈ ભૂલના કારણે તેના પર પોર્ન ફિલ્મ ચલાવવામાં આવી છે, તેની તપાસ ચાલી રહી છે. જાેકે, હાલના સમયે એરપોર્ટ પર ડિસ્પ્લે સ્ક્રીનને બંધ કરી દેવામાં આવી છે જેના પર આ પોર્ન ફિલ્મ ચાલી હતી.આપણે ઘણી વખત સાંભળ્યું કે વાંચ્યું હશે કે રેલવે સ્ટેશન પર મૂકેલી ડિસ્પ્લે સ્ક્રીન પર અચાનક અશ્લીલ ફિલ્મો ચાલવા લાગી હોય.

આવો જ એક કિસ્સો હવે બ્રાઝિલ એરપોર્ટ પર બન્યો છે. શુક્રવારે આ ઘટના બની છે, જેણા કારણે એરપોર્ટ પર હાજર રહેલા લોકોને શરમમાં મૂકાવવું પડ્યું હતું.

Share This Article