સુચિત્રા કૃષ્ણમુર્તિ ફરી વખત ફિલ્મમાં દેખાશે – અહેવાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમુર્તિ ફરી એકવાર ફિલ્મમાં નજરે પડનાર છે. છેલ્લે વર્ષ ૨૦૧૦માં નજરે પડ્યા બાદ સાત વર્ષ પછી ફરી એકવાર તે ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફ અને જહોન અબ્રાહમની ભૂમિકા રહેશે.

વર્ષ ૨૦૧૦માં તે મિત્તલ વર્સેસ મિત્તલમાં ફિલ્મમાં નજરે પડી હતી. જેમાં ગુલશન ગ્રોવરની ભૂમિકા હતી. તે ફિલ્મમાં રિતુપર્ણા પણ નજરે પડી હતી. જાસુસી ડ્રામા ફિલ્મમાં તેની સાથે ટોપ કલાકારોને લેવામાં આવ્યા છે. ગુજરાતના વડોદરામાં ફિલ્મનુ શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. આ મહિનાની શરૂઆતમાં ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મના બાકીના હિસ્સાના શુટિંગ માટે ટીમ ૨૬મી જુલાઇના દિવસે જુનાગઢ જનાર છે. તેનુ કહેવુ છે કે એક મહિના પહેલા કાસ્ટિંગ ડિરેક્ટર તરફથી તેની પાસે ફોન આવ્યો હતો.

સુચિત્રા કહે છે કે વિતેલ વર્ષોમાં તે કેટલીક ફિલ્મો ફગાવી ચુકી છે.  બાબતને લઇને હવે તે દુખી છે. તેનુ કહેવુ છે કે તે મુડી કલાકાર છે. ફિલ્મ મુડ હોવાની સ્થિતીમાં જ છે. સુચિત્રા કૃષ્ણમુર્તિની પુત્રી પણ ફિલ્મને લઇને રાહ જોઇ રહી છે. વર્ષ ૧૯૭૧ના રો પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી રહી છે. વાસ્તવિક પાત્રોને ન્યાય આપવા માટે તમામને કહેવામાં આવ્યુ છે. સુચિત્રા કહે છે કે તે પોતાની પુત્રીને પણ ફિલ્મમાં જોવા માટે ખુબ ઉત્સુક છે.

આમીર ખાનની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર માટે તેને ઓફર કરવામાં આવી હતી.જો કે ઓફરને ફગાવી દેવામાં આવી હતી. તમામ લોકો જાણે છે કે સુચિત્રા કૃષ્ણમુર્તિએ ફિલ્મ નિર્માતા શેખર કપુર સાથે લગ્ન કર્યા હતા. શેખર પોતે હાલમાં મ્યુઝિક વિડિયો બનાવી રહ્યા છે. જેને સપ્ટેમ્બર સુધી રજૂ કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. કાવેરી પોતે પણ ફિલ્મોને લઇને ભારે આશાવાદી છે. સુચિત્રા શાહરૂખ સાથે કોમર્શિયલ ફિલ્મમાં નજરે પડી હતી.  

Share This Article