દિલ્હીના મહરૌલીમાં શ્રદ્ધા વોલકર મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે આ કેસના આરોપી આફતાબનો ઓડિયો મળી આવ્યો છે. આ ઓડિયોમાં આફતાબ શ્રદ્ધા સાથે લડી રહ્યો છે. ઓડિયોમાં આફતાબ અને શ્રદ્ધા વચ્ચે દલીલ થઈ રહી છે. આવી સ્થિતિમાં અંદાજ લગાવી શકાય છે કે આફતાબ શ્રદ્ધાને ટોર્ચર કરતો હતો. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસ આ ઓડિયોને મોટા પુરાવા તરીકે માની રહી છે. તપાસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ ઓડિયો હત્યાની તપાસમાં હત્યાના હેતુને સ્થાપિત કરવામાં ઘણી મદદ કરશે. આ સાથે આ ઓડિયો સાથે આફતાબના અવાજને મેચ કરવા માટે દિલ્હી પોલીસ આફતાબના અવાજના નમૂના લેશે .
એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઇની સીએફએસએલ ટીમ સોમવારે આફતાબના અવાજના નમૂના લીધા હતાં હકીકતમાં આફતાબ પૂનાવાલા પર તેની ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપ છે.૧૨ નવેમ્બરે દિલ્હી પોલીસે હત્યાના આરોપમાં દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના શરીરના લગભગ ૩૫ ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં આ ટુકડાને ઘણા દિવસો સુધી ઘરે ફ્રીજમાં રાખ્યા. ૧૮ મે ૨૦૨૨ની સાંજે આફતાબે ૨૭ વર્ષની શ્રદ્ધા વોલકરનું ગળું દબાવીને હત્યા કરી હતી.