ભારતમાં રેર ડિસીઝ વિશે જાગૃતિ લાવવા માટે ૧૨ શહેરોમાં મેરેથોન
અમદાવાદ : ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) દ્વારા 25 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયાના 12 શહેરોમાં પોતાની એન્યુઅલ ફ્લેગશીપ ઇવેન્ટ “રેસફોર-7″નું આયોજન કરવામાં આવ્યું હતું . 7000 મીટર એટલે કે 7 કિલોમીટર મેરેથોનનો પ્રાથમિક ઉદ્દેશ્ય રેર ડિસીઝ અંગે જાગૃતિ લાવવાનો અને દર્દીઓ અને તેમના પરિવારોને આ પ્રક્રિયામાં તેમને સશક્ત બનાવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસાધનોની સુધી પહોંચ પ્રદાન કરવાનો છે.રેસફોર -7 એ વર્લ્ડ રેર ડીસીસ એટલે કે દુર્લભ રોગોના અનુરૂપ આયોજીત એક એન્યુઅલ અવેરનેસ રન છે. બેંગલુરુમાં 2016માં તેની શરૂઆત થઈ ત્યારથી આ ઇવેન્ટ દેશભરમાં ફેલાઈ ગઈ છે. જેમાં આ વર્ષે 25 ફેબ્રુઆરીએ બેંગ્લોર, મુંબઈ, હૈદરાબાદ, કોચી, મૈસૂર, અમદાવાદ, ત્રિવેન્દ્રમ, નવી દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, પુણે અને કોઇમ્બતુર 20,000થી વધુ વ્યક્તિઓની અપેક્ષિત ભાગીદારી છે. આ રન “વન નેશન વન ડે ટુ ગેધર ફોર રેર” થીમને અનુરૂપ છે.
અમદાવાદ રનની શરૂઆત મકરબામાં સ્થિત એલ જ યુનિવર્સીટીના મેદાનમાં થઇ અને IPS ACP Mr. Neeraj Badgujar દ્વારા આ રનને સવાર ૬ વાગ્યે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું . 7 કિ.મીની દોડ સવારે 7.30 કલાકે પૂરી થઇ .આ નોબલ કાર્યમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગુજરાત કોઓર્ડીનેટર શ્રીમતી જયા શ્રીવાસ્તવ જણાવે છે કે,” હું રેર ડિસીઝ અંગે જાગૃતિ લાવવા અને રેસફોર-૭માં ભાગ લેવા માટે સન્માનિત મહેસૂસ કરી રહી છું. ‘વન નેશન વન ડે ટુ ગેવર ફોર ટેટ’ એ રવિવાર ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારે 6.૦૦ વાગ્યાથી સમગ્ર ભારતમાં આ મલ્ટી સિટી મેરેથોનમાં મારી સાથે જોડાવવા પહેલ કરી હતી . અમે આ પહેલ કરીએ છીએ એ મને રેર ડિસીઝવાળા દર્દીઓ માટે જાગૃતિ લાવવા અને ઉકેલો શોધવાની નજીક લાવે છે.”