દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ આજે અંતરિક્ષ યાત્રી બચાવ પ્રણાલીની શ્રેણીમાં ચોક્કસ થવા માટે મિખ્ય ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું. આ બચાવ પ્રણાલી પરીક્ષણના નિષ્ફળ જવાની સ્થિતિમાં અંતરીક્ષ યાત્રીઓને ઝડપથી પરીક્ષણ યાનથી સુરક્ષિત અંતરે લઇ જવાની એક પ્રણાલી છે. પહેલુ પરીક્ષણમાં લોંચ પેડ પર કોઇ પણ તાત્કાલિક ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવવાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.
પાંચ કલાકની સરળ ઉંધી ગણતરી બાદ આજે શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રમાં સવારે સાત કલાકે ૧૨.૬ ટનની ક્ષમતા ધરાવતા ક્રૂ માપદંડો સહિત બચાવ પ્રણાલીનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ ૨૫૯ સેકંડમાં પુરૂ થયું. આ દરમ્યાન ક્રૂ બચાવ પ્રણાલીએ અંતરીક્ષમાં ઉંચી ઉડાન ભરી હતી અને ત્યારબાદ બંગાળની ખાડીમાં ગોળાકાર ફરી પોતાના પેરાશૂટથી પૃથ્વીમાં પ્રવેશ કર્યો. આ શ્રી હરિકોટાથી ૨.૯ કિમીની અંતર પર છે.
આ ક્રૂ મોડ્યૂલ્સ સુરક્ષિત સાત વિશેષ રૂપથી બનાવવામાં આવેલી ઝડપી ગતિથી કામ કરનારી સખત મોટરની ઉર્જાની અંકર્ગત લગભગ ૨.૭ કીમીની ઉંચાઇ સુધી પહોંચ્યું. આ યાન પરીક્ષણ દરમ્યાન લગભગ વિભિન્ન લક્ષ્યો વાળા ૩૦૦ સેંસરને રેકોર્ડ કરવામાં આવ્યા. આ દરમ્યાન બચાવ પ્રોટોકોલ અંતર્ગત માપદંડોના બચાવ માટે ત્રણ બચાવ નૌકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.