શ્રીનગર : જમ્મ કાશ્મીરમાં પુલવામામાં ચાલી રહેલા ભીષણ એન્કાન્ટરમાં સેનાને મોટી સફળતા હાથ લાગી છે. આ અથડામણમાં બે કુખ્યાત ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જોકે ત્રાસવાદીઓની ઓળખ કરવામાં આવી નથી. સત્રોએ હ્ય છે કે પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ ગાજી રશીદ અને જેશના કમાન્ડર કામરાનને ફુંકી મારવામાં આવ્યા છે. સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ કામરાન અને ગાજી ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. જો કે આત્મઘાતી હુમલાખોર દારે હુમલાને અંજામ આપ્યો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર કરવામાં આવેલા ભીષણ આત્મઘાતી હુમલામાં માસ્ટર માઇન્ડની ભૂમિકા અદા કરનાર કુખ્યાત ત્રાસવાદી અબ્દુલ રશીદ ગાઝી હાલમાં કાશ્મીર ખીણમાં જ છુપાયેલો હોવાના અહેવાલ મળી રહ્યા હતા. તેમને પકડી પાડવા માટે વ્યાપક દરોડાની કામગીરી ચાલી રહી હતી. આજે સવારે મોટી સફળતા મળી હતી.
સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડવાની અને તપાસની કામગીરી જોરદારરીતે ચાલી રહી છે. મોટી સંખ્યામાં શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે જેમની પુછપરછ ચાલી રહી છે. અબ્દુલ રશીદ ગાઝીને પકડી પાડવા માટે પણ મોટાપાયે ઓપરેશન ચાલી રહ્યું હતુ. સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો સીધીરીતે ૨૧ વર્ષીય બોંબર આદિલ અહેમદ દારે કર્યો હતો જેમાં ૪૦થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઇ ગયા હતા પરંતુ આ હુમલામાં માસ્ટરમાઇન્ડ તરીકેની ભૂમિકા અબ્દુલ રશીદ ગાઝી દ્વારા અદા કરવામાં આવી હતી.સુરક્ષા સંસ્થાઓને શંકા હતી કે જૈશનો આ ટોપ કમાન્ડર અબ્દુલ રશીદ ગાઝી કાશ્મીર ખીણમાં જ છુપાયેલો છે. સ્થાનિક લોકોનો તેને ટેકો મળેલો છે. એમ કહેવામાં આવે છે કે હુમલાનો આદેશ ભલે પાકિસ્તાનમાં બેઠેલા મુખ્ય લીડર મસુદ અઝહરે આપ્યો હતો પરંતુ ગાઝી એ શખ્સ હતો જે શખ્સે સમગ્ર કાવતરુ ઘડી કાઢ્યું હતું.
અફઘાનમાં રહેનાર ગાઝી આઈઈડી સ્પેશિયાલિસ્ટ તરીકે હતો. આ શખ્સે જ આત્મઘાતી બોંબર આદિલ દારને આત્મઘાતી હુમલો કરવા માટે ટ્રેનિંગ આપી હતી. ગુરુવારના દિવસે વિસ્ફોટ ભરેલી ગાડી સીઆરપીએફમાં રહેલી એક ગાડીને ટકરાવી દેવામાં આવી હતી જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. ત્રીજી જાન્યુઆરીના દિવસે ટોપ કમાન્ડર પુલવામામાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ૯મી ડિસેમ્બરના દિવસે જ તે સરહદ પાર કરીને કાશ્મીરમાં ઘુસી ગયો હતો. ગાઝી જૈશના ટોપ લીડર મસુદ અઝહરના સૌથી વિશ્વસનીય શખ્સ પૈકી એક હતો.
જેશના ગાઝીને યુદ્ધ ટેકનોલોજી અને આઈઇડી બનાવવા માટેની ટ્રેનિંગ તાલિબાનમાં મળી હતી સુરક્ષા દળો દ્વારા મસુદ અઝહરના ભત્રીજા ઉસ્માનને ઠાર મારી દેવામાં આવ્યા બાદ ગાઝીને મોકલવામાં આવ્યો હતો.