4 ફેબ્રુઆરીએ AMA ખાતે યોજાશે ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’
બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને 15 કેટેગરી અંતર્ગત એવોર્ડથી સમ્માનિત કરાશે
અમદાવાદ: જ્યારે આપણે આપણી વ્યક્તિગત કે વ્યાવસાયિક સફળ કારકિર્દીના પડાવને પાર કરી આગળ જતા હોઇએ છે ત્યારે આપણી આંખો સામે આપણો સંઘર્ષ કાળ તરી આવે છે. આ સંઘર્ષે જ આપણને સફળતાની સીડી ચઢતા શીખવ્યું હોય છે. આવી જ સફળતાની કહાણીઓને જાહેર મંચ પુરો પાડવા માટેના એક વિચાર સાથે ફોકસ ઑનલાઇન આગળ આવ્યું, જેની ફળશ્રુતિ રૂપે ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ આયોજિત થવા જઇ રહ્યો છે.

‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’નો મુખ્ય ઉદ્દેશ એવા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને સમ્માનિત કરવાનો છે, જેઓએ ભવિષ્યના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ ઇવેન્ટ આગામી 4 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાવા જઇ રહી છે.
‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ પહેલને શહેરના જાણીતા શિક્ષણવિદ પ્રાચી ગોવિલ, આઇટી સેક્ટરમાં જાણીતા હેતલ પરીખ અને મોટિવેશનલ, કેરિયર કોચ અને કોર્પોરેટ ટ્રેનર ડૉ. રૂચી પટેલ દ્વારા એક વિઝન સાથે આકાર આપવામાં આવ્યો છે. ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ની આ પ્રથમ આવૃત્તિ છે અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જે તેને મળેલા નોમિનેશન પરથી જોઇ શકાય છે.

એવોર્ડ સમારંભ વિશે વાત કરતા સહ-આયોજક શિક્ષણવિદ પ્રાચી ગોવિલે જણાવ્યું, “ફોકસ ઑનલાઇન ખાતે અમારો હેતુ લોકોને સારી રીતે આગળ વધવામાં મદદ કરવાનો છે, જે અમારી ટેગ લાઇન ‘લક્ષ્ય સાથે મંજિલ તરફ વધુ એક ડગલુ આગળ વધો’ પરથી પ્રતિબિંબિત થાય છે. કોઇપણ વ્યક્તિ કે સંસ્થા માટે એવોર્ડ મેળવવી તે બાબત પ્રેરણાશક્તિ બની રહે છે. તેથી જ અમે આ વિશેષ પહેલ થકી વિવિધ કેટગરીમાં સફળ રીતે આગળ વધી રહેલા વ્યક્તિઓ અને સંસ્થાઓને એવોર્ડ્સ એનાયત કરી જાહેર મંચ પુરો પાડી રહ્યાં છે.”

ફૉકસ ઑનલાઇનના સહ-આયોજક અને આઇટી સેક્ટર ક્ષેત્રે સંકળાયેલા હેતલ પરીખે જણાવ્યું, “‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ માટે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, કારણકે અમે 40થી વધુ નોમિનેશન મેળવ્યા છે. આ સમારંભમાં ફેશન-જ્વેલરી, ફૂડ એન્ડ બેવરેજીસ, મ્યુઝિક એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હેલ્થ એન્ડ ફિટનેસ, સ્ટાર્ટ ઑફ ધ યર સહિત 15થી વધુ કેટેગરીઝમાં એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. આ એવોર્ડ સમારંભમાં 30 જેટલા અતિથી વિશેષ એવોર્ડ વિજેતાઓને પ્રોત્સાહન પુરૂં પાડવા માટે ઉપસ્થિત રહેવાના છે. આ ઇવેન્ટને સફળત્તમ બનાવવા માટે અમે અમારા સ્પોન્સર્સના પણ આભારી છીએ. અમે આગામી સમયમાં પણ આવા જ આયોજનો કરતા રહીશું, જેથી વધુને વધુ લોકોની સફળતાને તેની આગામી ક્ષિતિજ સુધી વિસ્તરવા માટે પ્રેરણા મળી રહે.“

ફોકસ ઑનલાઇનના સહ-આયોજક તેમજ કોર્પોરેટ ટ્રેનર ડૉ. રૂચી પટેલે આ તકે જણાવ્યું, “શિક્ષણ અને કારકિર્દી આ બન્ને આપણા જીવન ઘડતરના બે તબક્કા હોય છે. આ બન્ને તબક્કામાં આપણે શિક્ષકથી લઇને મેન્ટર સુધી તમામનો બહુમૂલ્ય ફાળો હોય છે. કેટલાકે આપણને સપના જોતા શીખવ્યું છે તો કેટલાંકે આપણને તે જોયેલા સપનાને પુરા કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ત્યારે વ્યક્તિગત કે વ્યાવસાયિક સફળતાને જાહેર મંચ પર ઓળખ મળે તે માટે અમે ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’નું આયોજન કરવા જઇ રહ્યાં છે. આ આયોજનનો વિચાર ખૂબ જ પ્રશંસા મેળવી રહ્યો છે.”


‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ માં સ્પોનર્સ દ્વારા મજબૂત સમર્થન મળ્યું છે. આ ઇવેન્ટના સ્પોન્સર્સમાં ઐશ્વર્યા સારીઝના સોનલ ખજાનચી, ટ્રૂ ગ્લોબલ ફાઇનાંશિયલ સર્વિસિસના શશી જૈન, બેલાઝ ક્લોસેટના બેલા શાહ, એડન કન્સલ્ટંસી એન્ડ સર્વિસિસના ફાઉન્ડર મુંજાલ પટેલ, પાર્થ એન્ડ સ્ટીલ ટ્રેડર્સના માલિક પાર્થ પ્રજાપતિ, હરિહર ક્રિસ્ટલના માલિક ધીર પાઠક, સ્વાદ કા સફરના ઓનર વિશાખા દવે, આર્ટિસન ક્રિએશન્સના ઓનર કલ્પિતા ઓઝા, અલંકારાના વંદનાબેન, પ્રોડક્ટ એન્થુસિઆસ્ટ-યુએસએના શૈલી શાહ અને બોપલ ડેન્ટલ કોલેજના ટ્રસ્ટી ફાલ્ગુની શાહનો સમાવેશ થાય છે.

