અમદાવાદ: ડાટાનેટ ઇન્ડિયા, આઈટીઈએસ કંપની, કી ઇકોનોમિક ઇન્ડિકેટર્સ ઓફ ઇન્ડિયા નામનું સૌ પ્રથમ એવું મોબાઈલ એપ્લિકેશન શરુ કરે છે. આ એપ ૧૯ ભાષાઓ દર્શાવાશે,જેમાં ૧૨ ભારતીય ભાષાઓ છે. જેમાં આસામીઝ, બાંગ્લા, ગુજરાતી, હિન્દી, કન્નડા, મળયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને બાકીની સાત ભાષા એરબીક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેંચ, નેપાળી,રશિયન અને સ્પેનીશ એમ વિદેશી છે. આ એપ, આઇઓએસ અને એન્ડરોઈડ એમ બંને પ્લેટફોર્મ પર કામ કરશે.
આ મોબાઇલ એપ એનું નામ સૂચવે છે તેમ, કી ઇકોનોમિક ઇન્ડિકેટર્સ ઓફ ઇન્ડિયા અર્થવ્યવસ્થાના વિવિધ ઘટકો જેવાં કે હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ(ડબલ્યુપીઆઈ), કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ(સીપીઆઈ), ફુગાવો, રાષ્ટ્રીય આવક, ફોરેન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, એક્સચેન્જ રેટ, બુલિયન રેટ, કેપિટલ માર્કેટ, ઇન્શ્યોરન્સ, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન, ઇન્ડેક્સ ઓફ કેન્દ્રસ્થ ૮ ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી ઉત્પાદન, રેલવેઝ, પેટ્રોલિયમ કિમતો, પસંદગીના ખાદ્ય પદાર્થોની છૂટક કિમત અને વેતનના દર વગેરે સમગ્ર અર્થવ્યવસ્થાના આર્થિક વાતાવરણને આવરી લે છે. આ એપમાં એકઠા કરાયેલા ડાટા વિશ્વાસુ સૂત્રો પાસેથી એકત્ર કરાય છે, જે સાંપ્રત, પાછલા મહિનાના અને પાછલા વર્ષના એજ ગાળાના આંકડા સાથે સરખામણી કરીને,અત્યંત વ્યવહારુ,અદ્યતન અને સંકલિત માહિતી, ભારતીય અર્થવ્યવસ્થા પર આપે છે.
વધુમાં, આ ડાટા સાપ્તાહિક ધોરણે અદ્યતન આર્થિક માહિતી સાથે અદ્યતન કરાય છે. ડાટાનેટ ઇન્ડિયાના ડાયરેક્ટર ડો.આર.કે. ઠુકરાલે આ એપના આરંભ પ્રસંગે જણાવ્યું કે, ડાટાનેટ ઇન્ડિયા હંમેશાં પેઢીઓ અને સમયને અનુસરીને એના રસ્તા અને સેવાઓનું આધુનિકીકરણ કરવામાં માને છે. ભારત આજે વિશ્વમાં અર્થવ્યવસ્થામાં સૌથી મોટા દેશોમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે અને હાલ પાંચમું સ્થાન મેળવવા પર એની નજર છે. ભારતની અર્થવ્યવસ્થાનું મહ¥વ સમગ્ર દુનિયામાં વધી રહ્યું છે અને તમામ વિસ્તારોના લોકો અર્થવ્યવસ્થાના ચડાવ-ઉતારમાં રસ ધરાવે છે.
હાલના સમયમાં મોબાઈલ્સ અને ટેબ્લેટ્સ જયારે રાજ કરે છે આ એપ અમારા ૧૮ વર્ષના ડાટા વિતરણની સફરમાં ખરેખર સિમા ચિહનરૂપ છે. તમામ જરૂરી, ચાવીરૂપ આર્થિક ડાટા માત્ર થોડા કદમ દૂર છે. આ અનોખી એપ અર્થવ્યવસ્થાના હાલના વલણમાં ચાલાકીપૂર્ણ ડોકિયું કરે છે અને વર્ષોથી ચાલી આવતા અર્થ વ્યવહારો અને આર્થિક વધ-ઘટ જોવાની તક આપે છે. એના બહુભાષી સ્વરૂપને લીધે એનો વિસ્તાર માત્ર ભારતમાં જ નહિ બલકે તેનાથી યે આગળ વધે છે. આ એપ અર્થવ્યવસ્થા, શિક્ષણ,અર્થશાસ્ત્રીઓ, અને અન્ય ક્ષેત્રના હાલના વલણોના જવાબો આપશે. કી ઇકોનોમિક ઇન્ડિકેટર્સ ઓફ ઇન્ડિયા એપ માર્કેટર્સ અને પ્રત્યેક વ્યક્તિ કે જે ભારતના છેલ્લામાં છેલ્લા આર્થિક ડાટા મેળવવા માંગે છે તેઓ માટે વન સ્ટોપ એપ છે.