જીવનમાં તમામ ઉંચાઇ હાંસલ કરી લીધી હોવા છતાં કેટલાક લોકોને હમેંશા લાગે છે કે તે ખુબ બનાવટી છે. તમામ સફળતા મેળવી લીધા બહાદ પણ સફળ લોકો પણ આ માનસિક ભાવનાથી ગ્રસ્ત રહે છે. આવા લોકો માને છે કે તેમની સાથે રહેલા લોકો ટુંક સમયમાં જ તેમની સફળતાના રહસ્યને જણી લેશે. તેમને એક ભય આ બાબતને લઇને પણ રહે છે કે જો તેઓ વધારે મહેનત કરશે નહી તો તેઓ અન્યો કરતા પાછળ રહી જશે. તેમને અન્યો પાછળ છોડીને તેમની જગ્યા લઇ લેશે. પોતાની લાઇફમાં તમામ પડકારોને સફળ રીતે પાર પાડીને ઉંચી સફળતા મેળવી લીધી હોવા છતાં તેમને કેટલીક વખત આવુ લાગે છે કે આજે તેમને જે સફળતા મળી છે તે ભવિષ્યમાં ફરીવાર મળી શકશે નહી. આવી ભાવના કોઇ મોટી કંપનીના માલિકથી લઇને નાના કારોબારીને પણ થાય છે. સામાન્ય મજુરી કરનાર વ્યક્તિને પણ આવુ લાગે છે. જો તમારા મનમા પણ આવી જ કોઇ ભાવના રહેલી છે તે તો ભાવના અયોગ્ય છે. આવી ભાવનાને કાઢી નાંખવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. કેટલાક લોકો તો ખુબ કુશળ પણ હોય છે પરંતુ તેઓ પોતાની કુશળતાને લઇને શંકા કરતા રહે છે.
જો તમે લાઇફમાં ઉંચી ઉંચી સફળતા હાંસલ કરવા ઇચ્છો છો તો પોતાના પર ક્યારેય શંકા કરવી જોઇએ નહી. શંકા ખતરનાક છે અને તે શંકા આપના માર્ગને રોકી શકે છે. પોતાને અન્યો કરતા ઓછા આંકવાના બદલે બીજા પર નજર કરવી જોઇએ. તેમના ગુણની સાથે સાથે તેમના દૌષને પણ ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. જો આવુ કરશો તો પોતાના પર પરફેક્ટ બનવા માટેના બોજ લાગી કરશો નહી. જો આવુ કરશો તો પોતાના પર પ્રેમ અને સાહનુભુતિ પણ રાખી શકશો. પોતાની લાયકાતને ઓળખી કાઢવા માટેના પ્રયાસ સતત કરવા જોઇએ. પોતાની પોઝિટીવ સ્કિલ્સ, સફળતા અને અનુભવની યાદી બનાવી દીધા બાદ પોતાની સફળતાની સ્થિતીને સમજવાના પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. પોતાની સફળતાનુ મુલ્યાંકન કરવામાં આવશે તો સીધો ફાયદો થશે. આપે જે પણ સફળતા હાંસલ કરી છે તે પોતાની તાકાત પર હાંસલ કરી છે તેવી ભાવના જો જાગશે તો વધુ સફળતા હાંસલ થઇ શકશે. કેટલીક વાર એવુ પણ બને છે કે પોતાને પ્રશંસાથી દુર રાખવા માટે પોતાના કામ માટે મળેલી પ્રશંસા પર પણ કોઇ પ્રતિક્રિયા આપતા નથી. હવે જ્યારે પણ કોઇ સમય કામ બદલ પ્રશંસા મળે ત્યારે તમામ બાબતોને ભુલીને તે પ્રશંસાને સ્વિકાર કરવામાં આવે તે જરૂરી છે. પોતાના વ્યક્તિત્વની સારી બાબતોના સંબંધમાં કોઇ વિશ્વસનીય મિત્રો સાથે પણ વાત કરી શકાય છે. શુ કોઇ અન્ય વ્યક્તિ કરતા વધારે કામ કરીને આપ પોતાને વધારે યોગ્ય અનુભવ કરી શકો છો જો દિલ આવુ માને છે તો વધારે કરવાની ટેવ પાડવી જોઇએ. જ્યારે સતત મહેનત કર્યા બાદ સફળતા હાંસલ થવા લાગે છે ત્યારે યોગ્યતા અને કુશળતા પર આત્મવિશ્વાસ સતત વધે છે. પોતાની યોગ્યતાને લઇને શંકામાં રહેલા લોકો સામાન્ય રીતે ભયના કારણે હસી મજાક કરતા નથી.
તેમને કામ વગરની વ્યક્તિ કોઇ ન માની લે તેમ અનુભવ કરે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે અસલી ક્ષમતાને જીવિત રાખવા માટે પોતાના અંદર રહેલી ભાવનાને બહાર આવવાની તક આપવી જોઇએ. હાસ્ય મનોરંજન પણ લાઇફમાં જરૂરી છે. આના કારણે સીધી રીતે અસર થાય છે. હકારાત્મક ભાવના વિકસિત થાય છે. પોતાની લાયકાત પર શંકા કરનાર લોકોએ આને દુર કરવા માટે પોતાના મુલ્યાંકન પર ધ્યાન આપવુ જોઇએ. મુલ્યાંકન વેળા એવી ચીજાની કાગળ પર યાદી બનાવવી જોઇએ જે લોકોને આકર્ષિત કરે છે. તેમાં પોતાની તમામ કુશળતા અંગે વાત લખવી જોઇએ. આનાથી પોતાની અંદર બિનજરૂરી ખામી કાઢવાની ટેવ દુર થશે. સાથે સાથે આત્મવિશ્વાસમાં વધારો થશે. આ આત્મવિશ્વાસ વધુ સફળતા માટેના માર્ગ કોઇ પણ વ્યક્તિ માટે ખોલી દે છે.