નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે સેબી-સહારા કેસમાં ૨૫૭૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં નિષ્ફળ રહેવા બદલ ૨૮મી ફેબ્રુઆરીના દિવસે તેની સમક્ષ ઉપસ્થિત થવા સહારા ગ્રુપના વડા સુબ્રતા રોયને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ૨૮મી ફેબ્રુઆરીના દિવસે હાજર કરવાનો આદેશ કરીને કહ્યું છે કે, અનેક વખત તક આપવામાં આવી હોવા છતાં સુબ્રતા ૨૫૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં નિષ્ફળ રહ્યા છે.
રકમની વ્યવસ્થા કરવા માટે છેલ્લા આદેશ સુધી સહારાને છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે પરંતુ આ ગાળા દરમિયાન કોર્ટને વિશ્વાસમાં લેવાના કોઇ કામ થયા નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે કહ્યું હતું કે, ગ્રુપે માત્ર ૨૦૦૦૦ કરોડ રૂપિયાની રકમ હજુ સુધી જમા કરી છે.