ભારતમાં શિક્ષણના સ્તરને સુધારી દેવા માટે વર્ષોથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે છતાં આજે પણ ભારતીય યુનિવર્સિટી વર્લ્ડ રેન્કિંગમાં પાછળ છે. આનુ મોટુ કારણ એ છે કે આંતરરાષ્ટ્રીયકરણની અછત છે. પરંતુ હવે ચિત્ર બદલાઇ રહ્યુ છે. છેલ્લા વર્ષના ગાળા દરમિયાન ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉલ્લેખનીય અને ઝડપથી વધારો થયો છે. ઇન્સ્ટીટ્યુસન્સ ઓફ એમિનેન્સ તેમજ નવા પોર્ટલ સહાયક સાબિત થનાર છે. દેશની જુદી જુદી યુનિવર્સિટીમાં રહેવા માટે આદર્શ માહોલ રહે તે પણ જરૂરી છે. યુનિવર્સિટીઓના કેમ્પસમાં રહેવા માટે કોઇ વંશીય માહોલ ન રહે તે જરૂરી છે.
અપરાધનુ પ્રમાણ ન રહે તે પણ જરૂરી છે. આઇઆઇટી સંસ્થાઓએ સામુહિક રીતે વિદેશી શિક્ષકોની નિમણૂંકને લઇને પણ સહમતિ દર્શાવી છે. આઇઆઇટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે કે દરેક પ્રતિષ્ઠિત આઇઆઇટી સંસ્થાઓ પોતાની અને પોતાની સહયોગી સંસ્થાઓ માટે એક અથવા તો વધારે ભૌગોલિક ક્ષેત્રના શિક્ષકોની ભરતી કરી શકે છે. આ બાબત ઉપયોગી સાબિત થઇ શકે છે. વિશ્વ રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓ પાછળ રહી જવા માટે કેટલા કારણો રહેલા છે. આનુ એક કારણ શોધ અનુસંધાનના સંદર્ભમાં ઘટતી જતી સંખ્યા અને ગુણવત્તા છે. અન્ય કારણ આંતરરાષ્ટ્રીયકરણ પણ છે. ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સંબંધમાં ઉદાસીનતા પણ જાવા મળે છે.
કેન્દ્રિય યુનિવર્સિટીઓથી લઇને આઇઆઇટી, આઇઆઇએમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ આમાં સામેલ છે. ભારતમાં આશરે ૯૦૩ યુનિવર્સિટીઓ અને ૫૦૦૦૦ કોલેજ તેમજ અન્ય ડિગ્રી આપતી સંસ્થાઓ છે. અહીં આશરે ૩.૬૦ લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ ઓછી છે. ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ ૨૦૧૦-૧૧માં ૨૭૫૩૧ હતી. જે વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૪૬૧૪૪ થઇ ગઇ છે. આ રીતે તેમાં ૬૭ ટકાનો ઉલ્લેખનીય વધારો થયો છે. જે કેટલાક મામલે ખુબ સારા સંકેત સમાન છે. સરખામણીની દ્રષ્ટિએ જાવામાં આવે તો ર્ષ ૨૦૧૭-૧૮માં અમેરિકી યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખ કરતા વધારે હતી. ૧૮ હજારથી વધારે વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ કરી રહ્યા છે. ભલે હાલમાં ભારતીય યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે પરંતુ હજુ પણ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૦.૨ ટકાની આસપાસ છે. ભારત સરકારને આ બાબતની માહિતી ખુબ મોડેથી હાથ લાગી છે કે વિશ્વ રેન્કિંગમા સ્થાન મેળવી લેવા માટે ભારતીય યુનિવર્સિટીઓને વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાની જરૂર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે વિદેશી વિદ્યાર્થીઓ સારી ગુણવત્તાવાળી સંસ્થાઓને જ પસંદ કરે છે. સરકારે વર્ષ ૨૦૧૬માં ઇન્સ્ટીટયુસન્સ ઓફ એમિનેન્સની રચના કરી હતી.
આઇઓઆઇની રચના કરવામાં આવ્યા બાદ ફાયદો થઇ રહ્યો છે. આમાં ૧૦ પÂબ્લક અને ૧૦ પ્રાઇવેટ સેક્ટરની યુનિવર્સિટી સામેલ કરવામાં આવી હતી. આને વિશ્વ મંચ પર સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આશા એવી ચોક્કસપણે રાખી શકાય છે કે આ યુનિવર્સિટીઓ દુનિયાની પ્રમુખ ૧૦૦ સંસ્થાઓમાં ચોક્કસપણે આવનાર સમયમાં સામેલ થઇ જશે. આ યુનિવર્સિટીઓને કેટલીક સુવિધા આપવામાં આવી છે. જેના ભાગરૂપે તેમને ૩૦ ટકા સુધી વિદેશી વિદ્યાર્થીઓની ભરતી કરવા અને વિદેશી શિક્ષકોની નિમણૂંક કરવા માટે મંજુરી આપવામાં આવી છે. તમામ જાણકાર શિક્ષણશાસ્ત્રી કહે છે કે તેમની સંસ્થાઓમાં જેટલા વધારે પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓ રહેશે તેમની રેન્કિંગમાં પણ આ રીતે સુધારા થનાર છે. અલબત્ત હાલમાં આ ક્ષેત્રમાં છ સંસ્થાઓ સામેલ કરવામાં આવી છે.આ સંસ્થાઓમાં આઇઆઇએસસી બેંગલોર, આઇઆઇટી બોમ્બે,આઇઆઇટી દિલ્હી અને સરકારી સંસ્થાઓ બિટ્સ પિલાની, મણિપા એકેડમી, તેમજ જિયો સંસ્થાનો સમાવેશ થાય છે. ભારત સરકારે વર્ષ ૨૦૧૮માં સ્ટડી ઇન ઇન્ડિયા નામની પોર્ટલની શરૂઆત કર્યા બાદ તેનાથી ફાયદો થઇ રહ્યો છે. જ્યાં સુધી રેન્કિંગની વાત છે તો જાવામાં આવી રહ્યુ છે કે ભારતીય યુનિવર્સિટીઓ હવે આંતરરાષ્ટ્રીયકરણને લઇને ગંભીર છે. હાલના સમયમાં કેટલીક સંસ્થાઓ આફ્રિકી દેશોના વિદ્યાર્થીઓ સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં સફળ રહી છે. આગામી દિવસોમાં આમાં વધારે સફળતા મળનાર છે. સ્ટડી ઇન ઇન્ડિયાને લઇને પણ નીતિ સ્પષ્ટ પણે તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ જારી છે.