શિષ્યો માટે ગુરુ એ જીવનરુપી માર્ગદર્શક બનતા હોય છે. શિષ્ય પણ હંમેશા ગુરુના આદર સત્કારનું હંમેશા ધ્યાન રાખે છે ત્યારે આ વાતને અનુસરતા ડાયનામિક કેમિસ્ટ્રી ઝોનના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટી અને મોટીવેશનલ સ્પીચનું આયોજન કરાયું હતું. હંમેશા ભણવામાં કુશળ સાબિત થતા ડાયનામિક કેમિસ્ટ્રી ઝોનના વિદ્યાર્થીઓ ફેરવેલ પાર્ટીમાં અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. મનભરીને આ દિવસનો આનંદ માણ્યો હતો.
વિદ્યાર્થીઓ ડાયનામિક કેમિસ્ટ્રી ઝોનમાં ભણ્યા છે ત્યારે તેમણે ગુરુ નિકેન પટેલનો જન્મદિવસ હંમેશા યાદગાર બની રહે તે માટેનો પ્રયાસ હેતુસર આજના દિવસે પસંદ કર્યો હતો. નિકેન પટેલના નેજા હેઠળ ભણતા ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાયન્સ ફેરવેલ પાર્ટીમાં જોડાયા હતા. પોતાના ગુરુના જન્મ દિવસને વિદ્યાર્થીઓએ યાદગાર બનાવ્યો હતો. આ ઉપરાંત નિકેન પટેલ દ્વારા જીવનમાં સફળતાની દોરવણી હેતુસર સંદેશો પોતાની સ્પીચમાં આપવામાં આવ્યો હતો.
નિકેન પટેલે જણાવ્યું હતું કે આ ફેરવેલ પ્રોગ્રામ રાખવા પાછળનો ઉદ્દેશ સ્ટુડન્ટસ માં ડર નો માહોલ દૂર થાય અને પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ એટીટ્યુડ સાથે પરીક્ષા આપે તો તેમનામાં વધારે કોન્ફિડન્સ ડેવેલોપ થાય અને તેમના દિમાગમાં કંઈક અંશે પણ નેગેટિવિટી હોય તો તેને દૂર કરી શકાય. વધુ માં તેમણે જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓએ બે વર્ષ ખૂબ જ મહેનત કરી છે ફક્ત તેમણે કોન્ફિડન્ટ રહેવાનું છે અને પોઝિટીવ એનેર્જી સાથે પરીક્ષા આપવાની જરૂર છે અને સફળતા જરૂરથી મળશે.
તેમણે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, સફળતા કેવી રીતે મેળવવી, સ્ટડી માટેની પરીક્ષા સારી રીતે ઉત્તીર્ણ કરો પરંતુ જીવનરુપી પરીક્ષામાં સફળતા કેમ મેળવી તેના ચાવીરુપી જ્ઞાન આપ્યું હતું. ડગ્યા વિના કેવી રીતે દરેક પરિસ્થિતિમાં આગળ વધવું જોઈએ તેની શીખ આપી હતી. દરેક પરિસ્થિતિમાં પોતાના ગોલને કેવી રીતે હાંસલ કરવો જોઈએ તેના વિશેની સમજ આપી હતી. નિકેન પટેલ દ્વારા દરરોજ પોતાના સબ્જેક્ટનું નોલેજ વિદ્યાર્થીઓને અપાતું હોય છે પરંતુ અંતિમ દિવસે જીવનમાં સફળતાની ચાવી કેવી રીતે મેળવવી તેનું યાદગાર જ્ઞાન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પણ સ્ટડી સમયના અંતિમ દિવસે નિકેન પટેલની આ સ્પીચ સાંભળી અભિભૂત થયા હતા.
થલતેજ એક્રોપોલીસ મોલ અમદાવાદ ખાતે યોજાયેલી ફેરવેલ પાર્ટીની અંદર વિદ્યાર્થીઓએ ગુરુના આ જ્ઞાનને સિરોમણી ગણી અને જીવનમાં ગુરુના સંદેશાને ઉતાર્યો હતો. આ ઉપરાંત ફેરવેલ પાર્ટીમાં અત્યાર સુધી સાથે ભણેલા વિદ્યાર્થીઓએ એક-બીજાની સેલ્ફી લઈને ફેરવેલ પાર્ટીને યાદગાર બનાવી હતી. વિવિધ પાર્ટીઓ શહેરભરમાં થતી હોય છે પરંતુ આ ફેરવેર પાર્ટી સૌથી અલગ જોવા મળી હતી.