હવે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં ચંકી પાન્ડેની પુત્રી અનન્યા છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે.  ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મમાં પહેલા જેકી શ્રોફના પુત્ર ટાઇગરની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે પણ એન્ટ્રી કરી ચુકી છે. અનન્યા ચંકી પાન્ડે બોલિવુડમાં કઇ ફિલ્મ સાથે એન્ટ્રી કરશે તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. હવે આ ચર્ચાનો અંત આવ્યો છે. હવે એક મેગેઝીન દ્વારા જાહેર કરવામાં આવેલા હેવાલ બાદ આને સમર્થન મળ્યુ છે.

થોડાક દિવસ પહેલા જ ટાઇગર શ્રોફની ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. કરણ જાહરની આ ફિલ્મ માટે કોને કોને લેવામાં આવનાર  છે તે મામલે ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મના નિર્માતા દ્વારા હાલમાં સોશિયલ મિડિયા પર ફિલ્મના અભિનેતા ટાઇગર શ્રોફના ફોટો પણ જારી કરવામાં આવ્યા હતા. પહેલા એવા હેવાલ આવ્યા હતા કે ફિલ્મ માટે જાન્હવી કપુરની પસંદગી કરવામાં આવી છે. જા કે હવે અનન્યા પાન્ડેની પસંદગી કરવામાં આવી છે.

ફિલ્મ માટે ચંકી પાન્ડેની પુત્રીએ ઓડિશન આપવામાં આવ્યા બાદ તેની પસંદગી કરવામાં આવી હતી. ઓડિશન દરમિયાન પહેલાની ફિલ્મની આલિયાની કેટલીક લાઇન બોલવા માટે તેને કહેવામાં આવ્યુ હતુ. અનન્યાએ આ લાઇન ખુબ સારી રીતે બોલીને તમામના મન જીતી લીધા હતા. ત્યારબાદ તેની તરત પસંદગી કરવામાં આવી હતી. કરણ જોહર ફિલ્મના સ્ટાર બાળકોને લોંચ કરવા માટે જાણીતા રહ્યા છે. હવે તેઓ વધુ બે કલાકારોને લોંચ કરનાર છે. કરણ ફિલ્મને લઇને ઉત્સુક છે.

Share This Article