દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાને પ્રજાસત્તાક દિવસના અવસર પર આ વખતે ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે રામાફોસાને આમંત્રણ આપીને ભારતે સાબિતી આપી દીધી છે કે તેની વિદેશ નીતિમાં આફ્રિકાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારત આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિ મનાવે છે ત્યારે તેમને આમંત્રણ ખુબ મહત્વપૂર્ણ બાબત છે. બીજી બાજુ આફ્રિકામાં નેલ્સન મંડેલાના જન્મને ૧૦૦ વર્ષ પરિપૂર્ણ થવા જઇ રહ્યા છે. આવી સ્થિતીમાં રામાફોસાની ભારત યાત્રા ખુબ ઉપયોગી બની ગઇ છે. આના કારણે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેના સંબંધ વધારે મજબુત બનનાર છે. પૃથ્વીના આશરે ૩૦ ટકા ખનિજ ભંડારને પોતાના ગર્ભમાં છુપાવીને રાખનાર આફ્રિકા મહાદ્ધીપન નાણાંકીય વ્યવસ્થાને મજબુત કરવા માટે મોટા પાયે ઔદ્યોગિક વિકાસની જરૂર દેખાઇ રહી છે.
આ સારી બાબત રહી છે કે ભારત હિન્દ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ધ્યાન આપી રહ્યુ છે અને આ ક્ષેત્રમાં પોતાનુ પ્રભાવ જમાવીને ભારત આફ્રિકાના વિકાસમાં ચીન કરતા એક અલગ જગ્યા બનાવી શકે છે. વર્ષ ૨૦૧૬થી આફ્રિકા ભારતની રાજદ્ધારી નીતિના કેન્દ્ર તરીકે છે. ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને કેટલાક આફ્રિકી દેશોની યાત્રા કરી છે. જુલાઇ ૨૦૧૮માં બ્રિકસ શિખર બેઠક યોજાઇ હતી. શિખર બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ આફ્રિકી દેશો રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મોદીએ મુખ્ય રીતે રવાન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરી દીધુ હતુ. રવાન્ડામાં હાલના વર્ષોમાં ચીનનુ પ્રભુત્વ પણ વધ્યુ છે. તે વન બેલ્ટ વન રોડ સમજુતી હેઠળ સામેલ થવાની સાથે સાથે ૧૫ મોટી યોજનામાં સામેલ છે. આ જ કારણ છે કે ભારતે રવાન્ડાની સાથે કેટલાક રણનિતી મુજબ સમજુતી કરી છે. સાથે સાથે ત્યાં ભારતીય હાઇ કમીશનની સ્થાપના પણ કરવામાં આવી છે. આ ક્રમમાં જ જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ ઓક્ટબર ૨૦૧૭માં જિબુતી અને ઇથિયોપિયાની મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૦૮ બાદથી બંને પક્ષો વચ્ચે નિયમિત શિખર બેઠકો યોજાઇ રહી છે. આ ઉપરાંત ભારત દ્વારા જાપાનની સાથે મળીને એશિયા આફ્રિકા વિકાસ કોરિડોર પર કામગીરી શરૂ કરવામાં આવી છે. આફ્રિકાના જુદા જુદા દેશોને ભારતે ૧૧ અબજ ડોલરની સહાયતા આપી છે.
ત્રીજા શિખક સંમેલન બાદ ભારતે દક્ષિણ આફ્રિકાને ૧૧૦૦ કરોડ ડોલરની લોન આપવાની જાહેરાત કરી હતી. આ ક્ષેત્રમાં રોકાણની શક્યતાને ધ્યાનમાં લઇને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતનુ રોકાણ આફ્રિકામાં સતત વધી રહ્યુ છે. ત્યાંના ૪૧ દેશમાં કુલ ૧૪૦ યોજનાઓ ભારતની ચાલી રહી છે. વેપાર ઉપરાંત ભારત આફ્રિકામાં કેટલીક જન કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવે છે. વર્ષ ૨૦૦૮માં બારતે વિકાસ યોજનાઓ માટે ૫૦૦ મિલિયન ડોલર આપવા માટેની તૈયારી દર્શાવી હતી. આઇએમએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આફ્રિકા ૪.૮ ટકાના વિકાસ દર સાથે વિકાસ કરવામાં વ્યસ્ત છે. એશિયાની બહાર વૃદ્ધિનો આ સૌથી ઉંચો દર છે. આજે આફ્રિકા ભારતના સૌથી મોટા વેપાર ભાગીદારી દેશ તરીકે છે. બંને દેશોની વચ્ચે વેપાર સંબંધોને આગળ વધારી દેવા માટે અનેક તક છે. અનેક ક્ષેત્રો પણ છે. આફ્રિકા સાથે સંબંધને નવી દિશા આપવા માટે ભારત સરકારે આયાત-નિકાસ નીતિ હેઠળ ફોક્સ આફ્રિકા કાર્યક્રમની શરૂઆત કરી છે. આફ્રિકા હાલમાં સંક્રમણના દોરમાંથી નિકળી રહ્યુ છે. આવી સ્થિતીમાં ભારત આફ્રિકા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધી રહ્યુ છે જે યોગ્ય બાબત છે. આવી સ્થિતીમાં ભારતને આફ્રિકા પ્રત્યે તેની વચનબદ્ધતા અને કટિબદ્ધતાને સમય પહેલા પૂર્ણ કરે તે સમયની માંગ છે. સંશાધનથી સમૃદ્ધ રહેલા આ દેશમાં ભારત માટે નવી સંભાવનાના દ્ધાર ખુલી શકે તે માટે ભારતને મજબુત ઇચ્છાશક્તિ સાથે કામ કરવાની જરૂર છે. પ્રજાસત્તાક દિવસના અવસર પર રામાફોસાની હાજરીથી સાબિતી મળી ગઇ છે કે ભારત મજબુત સંબંધો આફ્રિકા સાથે રાખવા માટે ઇચ્છુક છે. તેની નીતિ આ દિશામાં છે.