કાંકરિયા દેશની સૌપ્રથમ કલીન સ્ટ્રીટ ફુડ હબ…..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ:  રાજયના ફુડ્‌ઝ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ જણાવ્યું કે, શહેરના કાંકરિયા વિસ્તારની સ્ટ્રીટ ફુડને દેશની સૌપ્રથમ કલીન સ્ટ્રીટ ફુડ હબ તરીકેની આજે અધિકૃત ઘોષણા કરવામાં આવી હતી. જે અમદાવાદ અને ગુજરાત માટે ઘણા ગૌરવની વાત કહી શકાય. આ સાથે નાગરિકો ઘેરબેઠા જ ખાદ્યચીજાનું પૃથ્થકરણ કરી શકે તે માટે ભેળસેળ અટકાવવા અંગેની, મહિલાઓ જાતે રસોઇ, અનાજની કેવી રીતે જાળવણી અને તેનો નિકાલ કરવો સહિતની જાણકારી મેળવી શકે તેની પિન્ક બુક અને બાળકોને હેલ્થ ટિપ્સ આપતી યલો બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તો, રૂકોમાં સહયોગ માટે ગુજરાતની ફુડ ઇન્ડસ્ટ્રીઝે સંકલ્પ લીધો હતો.

Share This Article