મુંબઇ : શેરબજારમાં આજે સવારના કારોબારમાં પણ તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૭૩ પોઇન્ટ રિક્વર થઇને ૩૫૬૮૬ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૪ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૭૧૯ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન પણ રિક્વરી રહી શકે છે. રિઝર્વ બેંક હાલમાં વ્યાજદરો યથાવત રાખી શકે છે. માર્ચ ૨૦૧૯માં પુરા થઇ રહેલા નાણાંકીય વર્ષના બાકીના ગાળા દરમિયાન રેટ રિઝર્વ બેંક યથાવત રાખે તેવી શક્યતા છે.
ફુગાવાના આંકડા ઉપર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. સિંગાપોરિયન બેંક ડીબીએસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રેટ અંગેનો નિર્ણય મુખ્યરીતે તેલ કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ફુગાવા ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિના માટે ડબલ્યુપીઆઈ ફુગાવો ઉંચી સપાટીએ રહ્યો છે પરંતુ સીપીઆઈ ફુગાવો નીચી સપાટીએ રહ્યો છે. બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે આરબીઆઈ હવે તેની વર્તમાન પોલિસીમાં વ્યાજદરમાં કોઇ સુધારો કરે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. હવે નવા સપ્તાહમાં નવેમ્બર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની ગુરુવારે થનારી પૂર્ણાહૂતિ ઉપર નજર કેન્દ્રીત થઇ છે. દલાલ સ્ટ્રીટમાં હાલ રોકાણકારો વધુ રોકાણ કરવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. અન્ય વૈશ્વિક પરિબળો પણ અસર કરી શકે છે. શેરબજારમાં ગઇકાલે મંગળવારના દિવસે સતત બીજા દિવસે પણ રિકવરીનો દોર રહ્યો હતો.
કારોબારના અંતે સેંસેક્સ ૧૫૯ પોઇન્ટ ઉછળીને ૩૫૫૧૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૭ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. શુક્રવારના દિવસે ભારત બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. કોર પરફોર્મન્સની મજબૂત Âસ્થતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો પરંતુ બીજી ત્રિમાસિક ગાળામાં આંકડો ૭.૨થી ૭.૯ની વચ્ચે રહી શકે છે. વૈશ્વિક ક્રેડિટ રેટિંગ સંસ્થા મૂડીના કહેવા મુજબ ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૩ની આસપાસ થઇ શકે છે. ભારતમાં ઓક્ટોબરમાં ફિસ્કલ ડેફિસિટનો આંકડો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદનનો આંકડો પણ હવે જારી કરવામાં આવનાર છે.