પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રીમિયર સેમી હાઈ-સ્પીડ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ટ્રેન રવિવારે ન્યૂ જલપાઈગુડીથી શરૂ થઈ હતી. હાવડા આવતા સમયે માલદા સ્ટેશન પાસે અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરવાનો શરૂ કર્યો. જેના કારણે કોચ સી-૧૨નો દરવાજો અને બારી અસરગ્રસ્ત થઈ. પશ્ચિમ બંગાળમાં વિપક્ષ નેતા અને ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ ઘટનાને પગલે NIA તપાસની માગ કરી છે. જણાવી દઈએ કે PM મોદીએ ૪ દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની પહેલી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. બંગાળના ઝ્રસ્ મમતા બેનર્જી પણ તેમાં સામેલ થયા હતા. મમતા કાર્યક્રમમાં પહોંચતા જ હાવડા સ્ટેશન પર ડ્રામા પણ થયો હતો. તેના થોડા દિવસ પછી આ ઘટના બની છે. આ ઘટના પર બંગાળ ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. વિપક્ષ નેતાએ TMCનું કાવતરું ગણાવ્યું. શુભેન્દુ અધિકારીએ ટ્‌વીટ કર્યું-આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં પ્રાઈડ ઓફ ઈન્ડિયા વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

શું ઉદ્‌ઘાટનના દિવસે કરેલા ‘જય શ્રી રામ’ના નારાનો બદલો છે? હું PM મોદી અને રેલ મંત્રાલય પાસે આ ઘટના મામલે NIA તપાસની માગ કરું છું. ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી, જ્યારે દેશની VIP ટ્રેનમાંની એક વંદે ભારત પર પથ્થરમારો થયો હોય. આ પહેલા પણ ૧૩ ડિસેમ્બરના રોજ નાગપુરથી બિલાસપુર વચ્ચે ચાલી રહેલી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ સિવાય ૨૦૧૯માં યુપીના ભગોહીમાં દિલ્હીથી વારાણસી જઈ રહેલી ટ્રેન પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરી બારીના કોચ તોડી પાડવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૯માં દિલ્હીથી આગરા વચ્ચે જ્યારે આ ટ્રેનનો ટ્રાયલ થઈ રહ્યો હતો, તે દરમિયાન પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા.

Share This Article