કાવડયાત્રીઓ પર પથ્થરમારો, પછી લાઠીચાર્જપ રાજ્યમાં બે હંગામાથી સરકાર એક્શનમાં આવી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કડક સંદેશ છે કે શ્રાવણમાં ક્યાંય પણ કાવડિયોને કોઈ સમસ્યા ન આવે. આ સાથે મુસ્લિમ વિસ્તારોમાંથી કાવડયાત્રા પસાર થતી વખતે તોફાનો ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થ ગોઠવી દેવામાં આવી રહી છે. જોકે મુખ્યમંત્રીનો કડક આદેશ બાદ પણ અઠવાડિયામાં બે મોટા હંગામા થયા, જેના કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાયદો અને વ્યવસ્થાને લઈને કડક છે. કોઈ પણ પ્રકારનો હંગામો, તોફાનો ન થાય તે માટે તે સમયાંતરે પોલીસ-પ્રશાસનના અધિકારીઓને પર નજર રાખતા હોય છે. તેમણે કાવડયાત્રાને લઈને કડક સંદેશા પણ જાહેર કર્યા હતા, પરંતુ એક અઠવાડિયામાં બરેલી જિલ્લાના બરાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના જોગી નવાદા વિસ્તારમાં બે મોટા હંગામા થયા હતા.

પ્રથમ વખત પથ્થરમારો થયો હતો, જેને રોકવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. જ્યારે પોલીસ ફરીથી રોકવા માટે આવી તો તેઓ પરિસ્થિતિને સંભાળી શકી નહીં, જે બાદ લોકો પર પોલીસને લાઠીચાર્જ કરવાની જરુર પડી. તમને જણાવી દઈએ કે ગત રવિવારે જોગી નવાડા વિસ્તારની નૂરી મસ્જિદમાં કાવડ યાત્રીઓ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં એક ડઝનથી વધુ કાવડિયો ઘાયલ થયા હતા. આ મામલામાં પૂર્વ કાઉન્સિલર ઉસ્માન, તેમના પુત્ર અને મસ્જિદના મૌલાના સહિત ૧૨ નામ અને ૧૫૦ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. કાવડ યાત્રા પર ગયેલા યાત્રીઓએ પથ્થરમારાની ઘટનામાં હોબાળાને મચાવ્યો હતો. જે બાદ પૂર્વ કાઉન્સિલર ઉસ્માનની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ હંગામાને રોકવામાં SSP પ્રભાકર ચૌધરીની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સમગ્ર હંગામા દરમિયાન એસએસપી એક પણ વખત ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. કાવડિયો, હિન્દુ સંગઠનોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને સુરેશ શર્મા નગર ચોકડી પર ચક્કાજામ કર્યો હતો. કેટલાક કલાકો સુધી ચોકડી જામ રહી હતી. આ ઘટનાને એક અઠવાડિયું પણ વીત્યું ન હતું કે આ જ વિસ્તારમાં ફરી કાવડિય અને હિન્દુ સમાજના લોકો સામસામે આવી ગયા. અહીં પણ એસએસપી ઘટનાસ્થળે પહોંચવાના બદલે તાબાના અધિકારીઓ પર ભરોસો કરતા રહ્યા. આનું પરિણામ એ આવ્યું કે પોલીસે હંગામો મચાવતા કાવડિયો પર લાઠીચાર્જ કરવો પડ્યો, ટીયર ગેસના શેલ છોડવા પડ્યા.

 મીડિયા સાથે વાત કરતા એસએસપીએ કહ્યું કે કાવડિયો એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી કવરને હટાવવા માંગે છે, તે પણ ડીજે વગાડીને તેવુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે ડીજે વગાડવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી, ત્યારે તેઓએ હંગામો શરૂ કર્યો હતો. આમાંથી કેટલાક લોકો દારૂના નશામાં હતા તો કેટલાક ગેરકાયદેસર હથિયારો લઈ રહ્યા હતા. SSP સાહેબનું આ નિવેદન હિન્દુ સંગઠનોને સારું ન લાગ્યું અને તેઓ વિરોધ પર ઉતરી આવ્યા. તેમણે કહ્યું કે કાવડિયો પર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. તેમની સાથે અન્યાય થયો. દર વર્ષે કાવડિયાઓ આ માર્ગ પરથી પસાર થતા હતા અને હજુ પણ આ માર્ગ પરથી પસાર થાય છે, પરંતુ એસએસપીના આદેશથી આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. તેમની સાથે અપનાવવામાં આવેલ આ તદ્દન ખોટું વલણ છે.

Share This Article