મુંબઈ : શેરબજારમાં આજે તેજી માટે જુદા જુદા કારણો જવાબદાર રહ્યા હતા. તેલની કિંમતોમાં એકાએક ઘટાડો થતાં તેની સીધી અસર બજાર ઉપર જાવા મળી હતી. મૂડીરોકાણકારોએ એપ્રિલના ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ પહેલા પોતાની સ્થિતિને મજબૂત કરી લીધી છે. સાઉથ એશિયન ક્લાઇટમેટ આઉટલુક ફોરમે મંગળવારના દિવસે ભારતના મોટાભાગના વિસ્તારોમાં મોનસુન સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે.
મોનસુનની આગાહીના લીધે પણ બજારમાં તેજીની આશા જાગી છે. લાર્જકેપ કંપનીઓએ હજુ સુધી જે અપેક્ષા રખી હતી તે પૂર્ણ થઇ રહી છે જેથી મૂડીરોકાણકારોની કમાણીની આશા પણ અકબંધ રહી છે. બીએસઈ પર અનેક શેરોમાં તેજી જામી રહી છે. શેરબજારમાં તેજી માટે મુખ્યરીતે ચાર કારણોને જવાબદાર ગણવામાં આવે છે જેમાંથી એક કારણ એફએન્ડઓની પૂર્ણાહૂતિને પણ ગણવામાં આવે છે.