મુંબઇ: શેરબજારમાં આજે મંદીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ સતત બીજા દિવસે ઘટીને બંધ રહ્યો હતો. સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટીને ૩૬૨૨૭ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૪૭ પોઇન્ટ ઘટીને ૧૦૯૩૦ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો.
અપોલો ટાયર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. યશ બેંકના શેરમાં વધુ ૯.૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો છે. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૧.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે સ્મોલકેપમાં ૩.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ મિડકેપમાં અને સ્મોલકેપમાં ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન બાવન સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી.
એશિયન શેરબજારમાં અફડાતફડીનો માહોલ રહ્યો હતો. આરબીઆઈની પોલિસી મિટિંગ પણ હવે યોજનાર છે જેને લઇને કારોબારીઓ આશાવાદી છે. લોન મોંઘી થશે કે કેમ તેને લઇને ગણતરીનો દોર ચાલી રહ્યો છે. ફાયનાનીશ્યલ માર્કેટ પર હવે સેબી અને રીઝર્વ બેંકની પણ ચાંપતી નજર છે. દલાલ સ્ટ્રીટમાં ઉથલપાથલ વચ્ચે કારોબારી જોખમ લેવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઈને પણ ઉથલપાથલનો દોર છે.
ડોલર સામે રૂપિયાની ચાલ, વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતો જેવા પરીબળો પણ રહેશે. ઉપરાંત સેબી દ્વારા ભારત સ્થિત વિદેશીઓ દ્વારા વિદેશી રોકાણ ઉપર સુધારવામાં આવેલા નિયમોના પગલાંની અસર પણ શેરબજારમાં રહેશે. શેરબજારમાં ઉતારચઢાવ માટે વિદેશી મુડીરોકાણકારોના વલણને પણ જવાબદાર ગણવામાં આવે છે. તેમના વલણના આધાર પર પણ કેટલાક રોકાણકારો આગળ વધે છે.અમેરિકાએ ટુંકાગાળાના વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરી દીધો છે.
બુધવારના દિવસે યુએસ ફેડરલની મિટિંગ પૂર્ણ થઇ હતી. આ વર્ષમાં યુએસ ફેડરલ દ્વારા ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કરાયો છે જ્યારે ડિસેમ્બર ૨૦૧૫ બાદથી આઠમી વખત વધારો કરાયો છે. શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે ફરીવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટીને નીચી સપાટીએ બંધ રહ્યો હતો. સપ્ટેમ્બર સિરીઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાકની પૂર્ણાહૂતિના દિવસે બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. ગુરૂવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૧૮ પોઇન્ટ ઘટીને ૩૬૩૨૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૭૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૭૮ની નીચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ઉથલપાથલ નવા સપ્તાહમાં પણ જારી રહેશે.