આજે સવારથી જ શેરબજાર ગ્રીન ઝોનમાં ઓપન થયું છે. આજથી ભારતીય રિઝર્વ બેન્ક (RBI) નાણાંકીય નીતિની સમીક્ષા માટે ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ છે. જેના કારણે શેર બજારમાં તેજી સાથે શરૂઆત જોવા મળી રહી છે. RBIથી રોકાણકારોને સકારાત્મક નિર્ણયની આશા લાગી રહી છે. બીજી તરફ વૈશ્વિક બજાર પરથી મળેલા મજબૂત સંકેતોની મદદથી અને રોકાણકારોના સકારાત્મક અભિગમને કારણે બજાર મજબૂત સ્થિતિમાં પહોંચ્યું છે. આ સાથે જ સોમવારે સેન્સેક્સ 300 અંક વધીને 35 હજારની ઉપર ખુલ્યું છે. જ્યારે નિફ્ટી 74 અંક વધીને નવા દિવસની શરૂઆત કરી છે. જે સાથે જ 10770નો મહત્વનો સ્તર પર પહોંચ્યું છે.
જો કે શરૂઆતમાં થયેલા વેપાર પછી બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે પછી સેન્સેક્સ 48.83 અંક વધીને 35,276.09 ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જેના માટે એવું કારણ માનવામાં આવી રહ્યું છે કે RBI તરફથી વ્યાજદરોમાં વધારો કરવામાં આવી શકે છે. શરૂઆતના વેપારમાં નિફ્ટી 50ની કુલ 34 કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. જેમાં ટાટા મોટર્સ, પ્રાઈવેટ બેન્ક, ડીઆર રેડ્ડી જેવા શેરોનો સમાવેશ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં RBIની પોલિસી જાહેર થવાના કારણે બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.