શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. આ કંપનીઓની માર્કેટ મૂડી સંયુક્તરીતે ૧૦૭૦૨૬.૧૨ કરોડ રૂપિયા સુધી ઘટી ગઇ છે. આઈટીની મહાકાય કંપની ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડી તેમજ ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો હતો. બીજી બાજુ આરઆઈએલ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી, એસબીઆઈ, કોટર મહિન્દ્રા અને મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં વધાર થયો હતો.
આ ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં થયેલા વધારાના આંકડા કરતા ખુબ ઉંચો રહ્યો છે. ટીસીએસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૮૫૩૩૦.૧૭ કરોડ સુધી ઘટીને ૭૧૯૮૫૭.૪૮ કરોડ થઇ ગઇ છે. શુક્રવારના દિવસે ટીસીએસનાશેરમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં તેના નેટ નફામાં વધારો કર્યો હોવા છતાં આંકડા અપેક્ષા કરતા નબળા રહ્યા હતા. ઇન્ફોસીસ અને આઈટીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૮૬૯૬.૬૮ કરોડ અને ૨૯૯૯.૨૭ કરોડન ઘટાડો થયો હતો.
આની સાથે જ બંને કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય રીતે ઘટાડો થઇ ગયો હતો. આરઆઈએલની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સૌથી વધુ વધી હતી. તેની માર્કેટ મૂડી ૪૮૫૨૪.૫૯ કરોડ રૂપિયા વધીને ૭૧૩૯૬૫.૭૫ કરોડ સુધી પહોંચી ગઈ હતી. કોટક મહિન્દ્રા અને મારુતિની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન વધારો થતાં તેની માર્કેટ મૂડી ક્રમશઃ ૨૨૩૦૦૫.૦૬ કરોડ અને ૨૨૦૦૦૬.૪૨ કરોડ થઇ ગઇ છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૪૯૫૩.૧૪ કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૩૬૭ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૩૪૭૩૩.૫૮ થઇ હતી. શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન જ ૩૦૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો નોંધાઈ ગયો હતો. છેલ્લા સપ્તાહ દરમિયાન ઉથલપાથલના લીધે મોટાભાગની કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ અભૂતપૂર્વ ઘટાડો થયો હોવા છતાં ટીસીએસ પ્રથમ ક્રમે છે.