મુંબઈ : શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીનો માહોલ જાવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૩૧ શેરો પર આધારિત સેંસેક્સ ૩૦૦.૩૭ પોઇન્ટ ઘટીને ૩૫૪૭૪.૫૧ બંધ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ૫૦ ઇન્ડેક્સ આંક ૧૦૭ પોઇન્ટ ગગડીને બંધ રહ્યો હતો તેની સપાટી ૧૦૬૫૬ રહી હતી. આજે શેરબજારમાં માત્ર ચાર કંપનીઓના શેરોમાં તેજી જાવામ ળી હતી જ્યારે બાકીની કંપનીઓના શેરમાં મંદીનો માહોલ જાવા મળ્ય હતો. નિફ્ટી વાત કરવામાં આવે ત ૪૪ કંપનીઓના શેરમાં મંદી જાવા મળી હતી. છ કંપનીઓના શેરમાં તેજી જાવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં કારોબારની શરૂઆત મંદી સાથે થઇ હતી. શરૂઆતી કારોબારમાં સેંસેક્સમાં ૪૪.૧૧ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો અને ૩૫૭૩૦ની સપાટીએ ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ૨૩.૩ પોઇન્ટની મંદી સાથે ૧૦૭૪૦.૮૫ પર ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં બીએસઇમાં ૧૧ કંપનીઓના શેરોમાં લેવાલી અને ૨૦ કંપનીઓના શેરોમાં વેચવાલી જાવા મળી હતી. જ્યારે એનએસઈ નિફ્ટીમાં ૧૩ કંપનીઓના શેર તેજીમાં રહી હતી જ્યારે ૩૭ કંપનીઓના શેરમાં મંદી જાવા મળી હતી.
શરૂઆતી કારોબાર દરમિયાન બીએસઇમાં ઇન્ડસઇન્ડ બેંકના શેરોમાં સૌથી વધુ ૧.૫૮ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો જ્યારે અદાણી પોર્ટમાં ૧.૪૯ ટકા, તાતા મોટર્સના શેરમાં ૧.૪૭ ટકા, એશિયન પેઇન્ટ્સમાં ૦.૯૨ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૦.૮૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા મહિનામાં કરવામાં આવેલા કુલ રોકાણ પૈકી ઇÂક્વટીમાં પી નોટ્સનો હિસ્સો ૫૦૫૮૪ કરોડનો હતો જ્યારે બાકીનો હિસ્સો ડેબ્ટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં હતો. પી-નોટ્સ મારફતે એફપીઆઈ રોકાણનું કદ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ૨.૨ ટકા સુધી થઇ ગયો છે જે અગાઉના મહિનામાં ૨.૫ ટકાનો હતો.