શેરબજારમાં કાલે જોરદાર રિકવરી જાવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૭૩૨.૪૩ પોઇન્ટ અથવા તો ૨.૧૫ ટકા તથા નિફ્ટી ૨૩૮ પોઇન્ટ અથવા તો ૨.૩૨ ટકાના ઉછાળા સાથે ક્રમશઃ ૩૪૭૩૪ અને ૧૦૭૭૩ની સપાટીએ બંધ રહ્યા હતા. આ પહેલા ગુરુવારના દિવસે શેરબજારમાં કત્લેઆમની સ્થિતિ રહી હતી. અફડાતફડીનો દોર રહ્યો હતો. જા કે, આજે Âસ્થતિ સારી રહી હતી. દલાલ સ્ટ્રીટમાં ચાલુ સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં સ્થિતિ સારી રહી હતી. શેરબજારમાં તેજી સાથે આજે દિવસની શરૂઆત થઇ હતી. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઉતારચઢાવની પરિસ્થિતિ જાવા મળી રહી છે. શેરબજારમાં હજુ સુધીના સૌથી મોટા એક દિવસના ઉછાળાનો રેકોર્ડ નીચે મુજબ છે.
- ૧૮મી મે ૨૦૦૯ના દિવસે સેંસેક્સમાં ૨૧૧૦ પોઇન્ટનો ઉછાળો
- ૨૫મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૧૧૪૦ પોઇન્ટનો ઉછાળો
- ૨૫મી માર્ચ ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૯૨૮ પોઇન્ટનો ઉછાળો
- ૧૪મી નવેમ્બર ૨૦૦૭ના દિવસે સેંસેક્સમાં ૮૯૪ પોઇન્ટનો ઉછાળો
- ૨૩મી ઓક્ટોબર ૨૦૦૭ના દિવસે સેંસેક્સમાં ૮૭૮ પોઇન્ટનો ઉછાળો
- ૨૩મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૮૬૪ પોઇન્ટનો ઉછાળો
- ૩૧મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૭૪૪ પોઇન્ટનો ઉછાળો
- ૧૨મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે સેંસેક્સમાં ૭૩૨ પોઇન્ટનો ઉછાળો
- ચોથી મે ૨૦૦૯ના દિવસે સેંસેક્સમાં ૭૩૧ પોઇન્ટનો ઉછાળો