મુંબઇ: શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૨૭ પોઇન્ટ ઉછળીને ૩૭૪૧૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૭ પોઇન્ટ ઉછળીને ૧૧૩૧૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં આજે ફરી એકવાર તેજી રહી હતી. બીજી બાજુ ડોલરની સામે રૂપિયામાં તેજી રહી છે. આજે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ડોલરની સામે રૂપયો ૭૨.૬૨ની સપાટી પર રહ્યો હતો. તેમાં ૦.૫ ટકાનો સુધારો રહ્યો હતો. એશિયન શેરબજારમાં પણ શરૂઆતી કારોબારમાં તેજી જાવા મળી રહી છે.અત્રે નોંધનીય છે કે, અમેરિકા દ્વારા ચીની આયાત ઉપર નવેસરના નિયંત્રણો લાગૂ કરી દીધા છે. આની સાથે જ વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે વેપાર તંગદિલી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળી રહી છે.
આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં ૧૧.૧ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૭૨.૯૨ સુધી પહોંચ્યો હતો જેથી બજાર અને સરકાર બંને ચિંતાતુર દેખાઈ રહ્યા છે. દેશમાં ફોરેન રિઝર્વનો આંકડો ૪૦૦ અબજ ડોલરથી નીચે પહોંચી ગયો છે. ટ્રેડ ડેફિસિટનો આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટી એટલે કે જુલાઈ મહિનામાં ૧૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જા કે, ઓગસ્ટ મહિનામાં આ આંકડો ઘટીને ૧૭.૪ અબજ ડોલર થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. સોમવારના દિવસે બ્લેક મન્ડેની સ્થિતી રહી હતી.
સેંસેક્સ સોમવારે ૫૦૫ પોઇન્ટ ઘટીને ૩૭૫૮૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૩૭ પોઇન્ટ ઘટીને ૧૧૩૭૮ની સપાટીએ રહ્યો હતો.મંગળવારના દિવસે બીએસઈ સેંસેક્સ આજે ૨૯૫ પોઇન્ટ ઘટીને ૩૭૨૯૧ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૯ પોઇન્ટ ઘટીને ૧૧૨૭૯ની સપાટીએ રહ્યો હતો.