ડોલરની સામે રૂપિયામાં ત્રણ પૈસાનો ઘટાડોઃ નિરાશા જારી

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

મુંબઇ :  શેરબજારમાં પ્રવાહી સ્થિતીનો દોર અકબંધ રહ્યો છે. આજે કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૫૦ પોઇન્ટ ઘટીને ૩૫૬૯૨ની નીચી સપાટી પર હતો. આવી જ રીતે નિફ્ટી ૧૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૩૭ની નીચી સપાટી પર હતો. દિવસ દરમિયાન મંદી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. શેરબજારમાં આગામી સપ્તાહમાં નવા ઘટનાક્રમ જાવા મળશે જે પૈકી ડિસેમ્બર સિરિઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારના દિવસે પૂરી થશે. મૂડી રોકાણકારો જાન્યુઆરી સિરિઝમાં પ્રવેશ કરશે. નિફ્ટી ફ્યુચર ૧૦૭૬૯ની સપાટીએ રહ્યો હતો. ક્રૂડની કિંમતો પણ અસર કરી રહી છે.

ઓછી માંગ અને ઓવર સપ્લાયની સ્થિતિના લીધે છેલ્લા સપ્તાહમાં ક્રૂડની કિંમત ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે જે વર્ષ ૨૦૧૭ના ત્રીજા ત્રિમાસિક ગાળા બાદથી સૌથી નીચી સપાટી છે. ક્રૂડની કિંમતમાં હજુ ઘટાડો રહી શકે છે. તેના લીધે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં પણ ઘટાડો રહેશે. સરકારે છેલ્લા થોડાક સપ્તાહ દરમિયાન જ અનેક મોટા નિર્ણય લીધા છે.

હાલમાં  જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.  આ બેઠકમાં કેટલીક રાહત અપાઈ હતી જેના ભાગરુપે ફિલ્મોની ટિકિટ, ટીવી સેટ, કોમ્પ્યુટર, પાવર બેન્ક, ટીવી સ્ક્રીન સહિતની દરરોજ ઉપયોગમાં આવતી ૨૩ ચીજવસ્તુઓ પર જીએસટી રેટમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ આ તમામ ચીજા પહેલી જાન્યુઆરી ૨૦૧૯થી સસ્તી થશે. ગઇકાલે શનિવારના દિવસે  જે ચીજવસ્તુ પર દર ઘટાડવામાં આવ્યા હતા તે દર પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. જે ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો હતો તેમાં ૧૭ ચીજ વસ્તુઓ અને છ સર્વિસનો સમાવેશ થાય છે. છ વસ્તુને ૨૮ ટકાના સ્લેબમાંથી ઘટાડીને ૧૮ ટકાના જીએસટી સ્લેબમાં મુકવામાં આવી હતી.

નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ ગઇકાલે આ અંગેની જાહેરાત કરી હતી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટાયર, વીસીઆર અને લિથિયમ બેટરીને ૨૮ ટકાના સ્લેબમાંથી ઘટાડીને ૧૮ ટકાના સ્લેબમાં લવાયા હતા. ૩૨ ઈંચ સુધીના ટીવી પર દરો ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયા હતો.વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારતીય મૂડી માર્કેટમાં ૪૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. રૂપિયો મજબૂત થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમત ઘટી રહી છે. આવી સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જંગી નાણાં ઠાલવી દીધા છે. વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનામાં મૂડી માર્કેટમાં ૧૨૨૬૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા બાદ ફરીવાર જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છ

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/db1e951155ad77aaf70d124312175eab.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151