મુંબઇ : શેરબજારમાં આજે સવારે કારોબાર દરમિયાન ૩૮૬ પોઇન્ટનો ઘટાડો થયો હતો. આની સાથે જ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે તેની સપાટી ૩૬૦૪૫ની સપાટી રહી હતી. આવી જ રીતે નિફ્ટી ૧૧૪ પોઇન્ટ ઘટીને ૧૦૮૩૭ની નીચી સપાટી રહી હતી. શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતી હાલમાં જાવા મળી રહી છે. યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો.
૨૫ બેઝિક પોઇન્ટનો વધારો યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. જા કે, ૨૦૧૯ માટે ઓછા રેટ વધારાની સ્થિતિ રહેશે તેવી વાત પણ કરવામાં આવી છે. શેરબજારમાં સતત ઉતારચઢાવના કારણે કારોબારી હાલમાં દિશાહીન થયેલા છે. ગયા મંગળવારના દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. ૮મી જાન્યુઆરીના દિવસે આ સત્ર ૨૯ દિવસના ગાળા બાદ પૂર્ણ થશે. મોટા આર્થિક સુધારા પણ રજૂ કરવામાં આવી શકે છે પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ મોદી સરકાર મોટા પગલા લેવા જઈ રહ્યા છે.કેન્દ્ર સરકાર હવે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કેટલાક લોકલક્ષી પગલા લેવાની દિશામાં આગળ વધી રહી છે.
આની અસર સીધી રીતે જાવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ડિસેમ્બર મહિનામાં રોકડ રકમ ઠાલવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની અસર જાવા મળી રહી છે. રિઝર્વ બેંકે બેંકોમાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા વધારીને ૫૦૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય રિઝર્વ બેંકે મુખ્ય બજાર મારફતે ૪૦૦૦૦ કરોડ રૂપિયાની રોકડ રકમ ઠાલવવાની પણ જાહેરાત કરી છે.ગુરૂવારના દિવસે કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ શરૂઆતમાં મંદી રહ્યા બાદ અંતે ફ્લેટ કારોબાર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૫૩ પોઇન્ટ ઘટીને ૩૬૪૩૨ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૧૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૯૫૨ રહી હતી.