મુંબઇ : શેરબજારમાં આજે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની અસર જાવા મળી હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ શરૂઆતમાં મંદી રહ્યા બાદ અંતે ફ્લેટ કારોબાર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૫૩ પોઇન્ટ ઘટીને ૩૬૪૩૨ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૧૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૯૫૨ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૦૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. નેશનલ એલ્યુમિનિયમ કંપની, વેદાંતા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇÂન્ડયાના શેરમાં મંદી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં પણ ૧.૮૦ ટકાનો ઘટાડો રહ્યો હતો.
એસબીઆઇ અને કેનેરા બેંકના શેરમાં કડાકો બોલી ગયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ તેજી સાથે બંધ રહ્યા હતા. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૧૨ ટકાના ઉછાળા સાથે તેની સપાટી ૧૪૭૮૨ રહી હતી જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં ઉછાળો ૦.૦૭ ટકા રહેતા તેની સપાટી ૧૫૫૩૧ રહી હતી. બંને ઇન્ડેક્સ દિવસદરમિયાન સંબંધિત ૧૨ સપ્તાહની ઉંચી સપાટીએ રહ્યા હતા. યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. જા કે, ૨૦૧૯ માટે ઓછા રેટ વધારાની સ્થિતિ રહેશે તેવી વાત પણ કરવામાં આવી છે. શેરબજારમાં સતત ઉતારચઢાવના કારણે કારોબારી હાલમાં દિશાહીન થયેલા છે. ગયા મંગળવારના દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. ૮મી જાન્યુઆરીના દિવસે આ સત્ર ૨૯ દિવસના ગાળા બાદ પૂર્ણ થશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા એનડીએ સરકારના અંતિમ ફુલ સેશન તરીકે આને જાવામાં આવે છે. આ સત્ર દરમિયાનના ઘટનાક્રમ ઉપર તમામની નજર રહેશે. કેટલાક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવી શકે છે.
મોટા આર્થિક સુધારા પણ રજૂ કરવામાં આવી શકે છે પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ મોદી સરકાર મોટા પગલા લેવા જઈ રહ્યા છે.કેન્દ્ર સરકાર હવે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કેટલાક લોકલક્ષી પગલા લેવાની દિશામાં આગળ વધી રહી છે. આની અસર સીધી રીતે જાવા મળી શકે છે. ડોલરની સામે રૂપિયામાં ઉતારચઢાવની સ્થિતી રહી હતી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ડિસેમ્બર મહિનામાં રોકડ રકમ ઠાલવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની અસર જાવા મળી રહી છે. રિઝર્વ બેંકે બેંકોમાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા વધારીને ૫૦૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય રિઝર્વ બેંકે મુખ્ય બજાર મારફતે ૪૦૦૦૦ કરોડ રૂપિયાની રોકડ રકમ ઠાલવવાની પણ જાહેરાત કરી છે. બીએસઇ સેંસેક્સ ગઇકાલે ૧૩૭ પોઇન્ટ સુધરીને ૩૬૪૮૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. તેમાં ૦.૪ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. જ્યારે બ્રોડર માર્કેટમાં નિફ્ટી ઇન્ડેક્સ ૫૯ પોઇન્ટ સુધરીને ૧૦૯૬૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો. બીએસઈની ૧૫ કંપનીઓમાં લેવાલી રહી હતી જ્યારે ૧૬ કંપનીઓના શેરમાં વેચવાલી રહી હતી. એનએસઈની ૨૪ કંપનીઓમાં તેજી રહી હતી અને ૨૬ કંપનીઓના શેરમાં મંદી રહી હતી. યશ બેંકના શેરમાં પણ ઘટાડો રહ્યો હતો. તેના શેરમાં ઉથલપાથલ રહી હતી. યશ બેંકના શેરમાં ૪.૦૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. એનએસઈમાં આ સ્થિતિ રહી હતી.