મુંબઇ : શેરબજારમાં આજે સવારે જોરદાર કડાકો બોલી ગયો હતો. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીના પ્રક્રિયા શરૂ થયાબાદ ભારતીય જનતા પાર્ટીને ફટકો પડતા અને કોંગ્રેસે પાંચેય રાજ્યોમાં સારો દેખાવ કરતા શેરબજારમાં હાહાકાર મચી ગયો હતો. રાજસ્થાન, છત્તિસગઢમાં કોંગ્રેસ પાર્ટીએ મોટી લીડ મેળવી લીધી હતી. જ્યારે મધ્યપ્રદેશમાં પણ તેની સ્થિતી સારી દેખાઇ રહી છે. શેરબજારમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૪૨ પોઇન્ટ ઘટીને ૩૪૬૧૬ની સપાટી પર રહ્યો હતો. જ્યારે ડોલરની સામે રૂપિયામાં પણ મોટો કડાકો બોલી ગયો હતો. ડોલરની સામે રૂપિયામાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૧.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડોલરની સામે રૂપિયા સોમવારનાદિવસે ૫૦ પૈસા ઘટીને ૭૧.૩૨ની સપાટી પર રહ્યો હતો. આજે સવારમાં એક વખતે સેંસેક્સમાં૫૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો થયો હતો. ગઇકાલે સોમવારે પણ જારદાર અફડાતફડી રહી હતી.
યુએસ કોર ફુગાવાના ડેટાની અસર પણ જોવા મળી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતની અસર પણ જાવા મળી શકે છે. ઓપેક કાર્ટલ અને રશિયાનાનેતૃત્વમાં સાથી દેશોએ તેલની કિંમતોને અંકુશમાં લેવા માટે તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ઓક્ટોબરની સપાટીથી પ્રતિદિવસે ૦.૮ મિલિયન બેરલ સુધી તેલ ઉત્પાદને ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતમાં વૈશ્વિક બજારોમાં પાંચ ટકાનો વધારો થઇ ચુક્યો છે. ક્રૂડની કિંમત હજુવધવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવી રહ્યોછે.છેલ્લા સપ્તાહમાં ભારે ઉથલપાથલ રહ્યા બાદ અંતે ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ અનેનિફ્ટી બંને ક્રમશઃ ૧.૪૪ ટકા અને ૧.૬૮ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આરબીઆઈએ પણગયા સપ્તાહમાં વ્યાજદર યથાવત રાખ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વધવાનાસંકેત પણ દેખાઈ રહ્યા છે. દલાલ સ્ટ્રીટમાં અફરા તફરી માટે અન્ય કારણો પણ જવાબદારરહ્યા છે. શેરબજાર ગઇકાલે પત્તાના મહેલનીજેમ ધરાશાયી થયું હતું. ગઇકાલે કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ ૭૧૪ પોઈન્ટ ઘટીને૩૪૯૬૦ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્ષ ૨૦૫ પોઈન્ટ ઘટીને ૧૦૪૮૮નીનીચી સપાટીએ રહ્યો હતો. સેકટરલ ઈન્ડેક્ષની વાત કરવામાં આવે તો નિફ્ટી બેન્ક ઈન્ડેક્ષમાં૧.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. અમેરિકા અનેચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વધારે ખરાબથવાની શક્યતા દેખાઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં નજીવો વધારો થતા તેની કિંમત બેરલદીઠ ૬૨.૦૨ થઈ છે. એÂક્ઝટ પોલના પરિણામ અને આજે મતગણતરી શરૂ થયા બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા દર્શાવે છે જ્યારે કોંગ્રેસ રાજસ્થાનમાં લીડ ધરાવે છે. યુરોપિયન અંધાધૂંધીની અસર પણ બજારમાં જાવા મળી શકે છે. માર્કેટના માઇક્રો ડેટાની ચર્ચા પણ રહી શકે છે. સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા નવેમ્બર મહિના માટે ક્રમશઃ બુધવાર અને શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. વૈશ્વિક મોરચા ઉપર મૂડીરોકાણકારો અમેરિકી નોનફાર્મ પેરોલ ઉપર નજર રાખી રહ્યા છે.