મુંબઇ : શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. જુદા જુદાપરિબળોની સીધી અસર શેરબજાર ઉપર થઈ હતી અને બ્લેક મન્ડેની સ્થિતિ જાવા મળી હતી. બેન્ચમાર્ક ઈન્ડેક્ષ બે ટકાથી પણ વધુ ઘટી જતામૂડી રોકાણકારોએ જંગી નાણાં એક જ દિવસમાં ગુમાવી દીધા હતા. વૈશ્વિક બજારમાંવેચવાલી અને વિધાનસભા ચુંટણીના પરિણામને લઈને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે શેરબજાર કડડભૂસ થયું હતું. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકનીસ્પર્ધાના અહેવાલ આવ્યા બાદ શેરબજાર હચમચી ઉઠ્યું છે.
કારોબાર દરમિયાન બીએસઈસેન્સેક્સ ૭૧૪ પોઈન્ટ ઘટીને ૩૪૯૬૦ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટીઈન્ડેક્ષ ૨૦૫ પોઈન્ટ ઘટીને ૧૦૪૮૮ની નીચી સપાટીએ રહ્યો હતો. સેકટરલ ઈન્ડેક્ષની વાતકરવામાં આવે તો નિફ્ટી બેન્ક ઈન્ડેક્ષમાં ૧.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. એÂક્સસ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં કડાકો બોલાયો હતો. નિફ્ટી આઈટીઈન્ડેક્ષમાં ૧.૭ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. ટીસીએસના શેરમાં પણ ગાબડુ પડ્યુંહતું. બીએસઈ મિડકેપ ઈન્ડેક્ષ અને સ્મોલકેપ ઈન્ડેક્ષમાં ક્રમશઃ ૧.૮ ટકાનો ઘટાડો થતાબંનેની સપાટી ૧૪૪૪૬ અને ૧૩૮૪૬ રહી હતી.
વૈશ્વિક બજારોમાં અફરાતફરી જાવા મળી હતી.અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા દેખાઈરહી છે. આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં નજીવો વધારો થતા તેની કિંમત બેરલદીઠ ૬૨.૦૨થઈ છે. એÂક્ઝટ પોલના પરિણામ મધ્યપ્રદેશ અનેછત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા દર્શાવે છે જ્યારે કોંગ્રેસરાજસ્થાનમાં લીડ ધરાવે છે. યુરોપિયન અંધાધૂંધીની અસર પણ બજારમાં જાવા મળી શકે છે.માર્કેટના માઇક્રો ડેટાની ચર્ચા પણ રહી શકે છે. સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ફુગાવાનાઆંકડા નવેમ્બર મહિના માટે ક્રમશઃ બુધવાર અને શુક્રવારના દિવસે જારી કરવામાં આવનારછે. વૈશ્વિક મોરચા ઉપર મૂડીરોકાણકારો અમેરિકી નોનફાર્મ પેરોલ ઉપર નજર રાખી રહ્યાછે. યુએસ કોર ફુગાવાના ડેટાની અસર પણ જાવા મળી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતની અસર પણજાવા મળી શકે છે.
ઓપેક કાર્ટલ અને રશિયાના નેતૃત્વમાં સાથી દેશોએ તેલની કિંમતોનેઅંકુશમાં લેવા માટે તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ઓક્ટોબરનીસપાટીથી પ્રતિદિવસે ૦.૮ મિલિયન બેરલ સુધી તેલ ઉત્પાદને ઘટાડવાનો નિર્ણય કરવામાંઆવ્યો છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતમાં વૈશ્વિક બજારોમાં પાંચટકાનો વધારો થઇ ચુક્યો છે. ક્રૂડની કિંમત હજુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણકે ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.છેલ્લા સપ્તાહમાં ભારે ઉથલપાથલ રહ્યાબાદ અંતે ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંને ક્રમશઃ ૧.૪૪ ટકા અને ૧.૬૮ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આરબીઆઈએ પણ ગયા સપ્તાહમાં વ્યાજદર યથાવત રાખ્યાહતા. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વધવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. દલાલસ્ટ્રીટમાં અફરા તફરી માટે અન્ય કારણો પણ જવાબદાર રહ્યા છે.
હાલમાં કેટલાક વૈશ્વિકપરીબળો પણ નિરાશાજનક રહ્યા છે. આજે કારોબાર શરૂ થયા બાદ અનેક શેરોમાં બાવન સપ્તાનીનીચી સપાટી જાવા મળી હતી. જે શેરમાં બાવન સપ્તાહની નીચી સપાટી જાવા મળી હતી તેમાંસન ફાર્માનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોલ ઈÂન્ડયા, ઓએનજીસી, એનટીપીસી, સન ફાર્મા, ટાટા મોટર્સ, ડીવીઆર અને વેદાંતાનો સમાવેશ થાય છે.દિપક ફર્ટિલાઈઝર્સ, એફબીસી, જિંદાલ સ્ટીલ, શંકરા બિલ્ડીંગ પ્રોડક્ટ્સ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કોફી, ટાટા ગ્લોબલ, તેજસ નેટવર્ક અને વેદાંતા સિતના એસએનપીબીએસઈ ૫૦૦ ઈન્ડેક્સમાંથી ૫૬ શેરમાં બાવન સપ્તાહની નીચી સપાટી વેચવાલીના માહોલવચ્ચે જાવા મળી હતી. આ ઉપરાંત તેલ કિંમતોમાં ફરીવાર વધારો થયો છે. ડોલર સામેરૂપિયામાં પણ મંદીની સ્થિતિ રહી છે.