શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબારદરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૪૯૧૬કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે નુકસાન થયું છે. રિલાયન્સ ઉપરાંત આઈટીસી,એચડીએફસી બેંક, ભારતીય સ્ટેટ બેંક, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકનીમાર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો રહ્યો છે.
ટીસીએસ, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાંવધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડી ૨૨૧૫૩.૨૮ કરોડરૂપિયા ઘટીને ૭૧૮૩૧૭.૫૨ કરોડ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે આઈટીસીની માર્કેટ મૂડી ઘટીનેહવે ૩૩૫૬૩૭.૦૯ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસે ફરી એકવાર પ્રથમક્રમાંક મેળવામાં સફળતા મેળવી છે. તેની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૯૫૧૨.૩૦કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૭૪૮૯૫૭.૨૩ કરોડ રૂપિયા થઇ ગઇછે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૬૩૫૬.૩૨ કરોડ રૂપિયા વધીને ૨૯૭૫૨૩.૮૬ કરોડ રૂપિયા થઇગઇ છે.
હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી પણ આ ગાળા દરમિયાન વધી છે. ટોચની ૧૦ કંપનીઓમાંટીસીએસનું પ્રભુત્વ અકબંધ રહ્યું છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન૩૦ શેર સેંસેક્સ ૫૨૧ પોઇન્ટ ઘટીને ૩૫૬૭૩ની સપાટીએ રહ્યો હતો. આવતીકાલથી શરૂ થતાંનવા કારોબારી સેશનમાં હવે ફરીવાર જારદાર સ્પર્ધા જામે તેવી શક્યતા દેખાઈ રહી છે.માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ અને ટીસીએસ વચ્ચે તીવ્ર સ્પર્ધા રહેલી છે. માર્કેટમૂડીમાં હજુ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બીજા ક્રમાંકે છે.