મુંબઇ શેરબજારમાં આજે ફરી એકવાર રિકવરી જાવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૬૧ પોઇન્ટ સુધરીને૩૫૬૭૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૩ પોઇન્ટ ઉછળીને ૧૦૬૯૪ની ઉંચી સપાટીએરહ્યો તો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૫ ટકા સુધીનો ઉછાળોનોંધાયો હતો. આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી ઓટોઇન્ડેક્સમાં ૦.૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બજાજ ઓટો અને મારુતિ સુઝુકીના નેતૃત્વમાંશેરમાં તેજી જામી હતી. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૨ ટકાનોઉછાળો નોંધાયો હતો.
આની સાથે જ તેની સપાટી ૧૪૭૧૭ નોંધાઈ હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ તેનીસપાટી ૧૪૧૦૫ રહી હતી. ત્રણ દિવસથી ચાલતી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. એચસીએલટેકનોલોજીના શેરમાં પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાંકારોબાર ઉથલપાથલવાળો રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત હવે પ્રતિબેરલ ૬૦થી નીચેપહોંચી ગયો છે. રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ હાલમાં જાહેર કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણેજ ચાવીરુપ રેપોરેટ ૬.૫ ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. રિવર્સ રેપોરેટપણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. એસએલઆરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડોકરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકનું કહેવુંછે કે, એસએલઆરમાં ૧૮ ટકાની સપાટી સુધી નપહોંચે ત્યાં સુધી તેમાં દર ત્રિમાસિક ગાળામાં ૨૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડોકરાશે. જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૭.૪ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. જ્યારે૨૦૧૯-૨૦માં પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન જીડીપી ગ્રોથ ૭.૫ ટકા રાખવામાંઆવ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ની આપાંચમી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતા. હવે આગામી બેઠક સાતમી ફેબ્રુઆરી૨૦૧૯ના દિવસે યોજાશે. ઓગસ્ટ મહિનામાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાંઆવ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે.
આ ગાળા દરમિાયન વ્યાજદરો અથવા તોપોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતનીસાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ.બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એકદિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટેઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોયછે.અગાઉ કોર પરફોર્મન્સની મજબૂત Âસ્થતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિકગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો.
નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાબીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બરમાં અર્થવ્યવસ્થાની વિકાસની ગતિ ૭.૧ ટકા થઈ ગઈછે જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકા રહી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ના જુલાઈ-સપ્ટેમ્બરમાંવિકાસ દર ઘટીને ૭.૧ ટકા થઈ ગયો છે જે ૮.૨ની સરખામણીમાં ખુબ ઓછો દર છે. નાણાકીયવર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો હોવા છતાં જીડીપીનો વૃદ્ધિ દરછેલ્લા નાણાકીય વર્ષની આજ અવધિની સરખામણીમાં વધારે છે. જીડીપીને લઈને આક્ષેપપ્રતિઆક્ષેપનો દોર હાલમાં ચાલી રહ્યો છે.