શેરબજારમાં આજે પણ મંદીનુ મોજુ રહ્યુ હતુ. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૫૬ પોઇન્ટ ઘટીને ૩૫૫૨૭ની નીચી સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૧૨૮ પોઇન્ટ ઘટીને ૧૦૬૫૪ની નીચી સપાટી પર હતો. આરબીઆઈએ વ્યાજદરોને યથાવત રાખવામાં આવ્યા બાદ તેની અસર શેરબજારમાં જોવા મળી હતી. રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત રાખવામાં આવ્યા બાદ સેંસેક્સ ગઇકાલે બુધવારના દિવસે ૨૫૦ પોઇન્ટ ઘટીને ૩૫૮૮૪ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૮૭ પોઇન્ટ ઘટીને ૧૦૭૮૩ની સપાટીએ રહ્યો હતો. અગાઉ કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બરમાં અર્થવ્યવસ્થાની વિકાસની ગતિ ૭.૧ ટકા થઈ ગઈ છે જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકા રહી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ના જુલાઈ-સપ્ટેમ્બરમાં વિકાસ દર ઘટીને ૭.૧ ટકા થઈ ગયો છે જે ૮.૨ની સરખામણીમાં ખુબ ઓછો દર છે.
નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો હોવા છતાં જીડીપીનો વૃદ્ધિ દર છેલ્લા નાણાકીય વર્ષની આજ અવધિની સરખામણીમાં વધારે છે. જીડીપીને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર હાલમાં ચાલી રહ્યો છે. સ્ટેટ બેન્કના રિપોર્ટમાં વિકાસ દર ૭.૫ થી લઈને ૭.૬ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. ક્રુડ ઓઈલની કિંમતો, કુદરતી ગેસ અને યુરીયાના ઉત્પાદનમાં ઘટાડાથી આઠ મૂળભૂત ક્ષેત્રોના ઉદ્યોગનો દોર ઓકટોબરમાં ૪.૮ ટકા રહ્યો છે. કોર સેકટર કોલસા, ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી, યુરિયા, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીના ક્ષેત્રમાં દર વર્ષ પહેલા ઓકટોબરમાં પાંચ ટકા હતો.
રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ ગઇકાલે જાહેર કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ ચાવીરુપ રેપોરેટ ૬.૫ ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. રિવર્સ રેપોરેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. સીપીઆઈ ફુગાવા અને અન્ય બાબતોને ધ્યાનમાં લઇને આરબીઆઈ દ્વારા વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવે છે. એસએલઆરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકનું કહેવું છે કે, એસએલઆરમાં ૧૮ ટકાની સપાટી સુધી ન પહોંચે ત્યાં સુધી તેમાં દર ત્રિમાસિક ગાળામાં ૨૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરાશે. જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૭.૪ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે જ્યારે ૨૦૧૯-૨૦માં પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન જીડીપી ગ્રોથ ૭.૫ ટકા રાખવામાં આવ્યો છે.
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ની આ પાંચમી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતા. હવે આગામી બેઠક સાતમી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે યોજાશે. ઓગસ્ટ મહિનામાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિાયન વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે.