મુંબઇ : શેરબજારમાં આજે તેજી પર બ્રેક મુકાઇ હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૦૦ પોઇન્ટ ઘટીને ૩૬૧૪૧ની નીચી સપાટી પર હતો.
- શેરબજારમાં તેજી પર ફરી એકવાર બ્રેક મુકાઇ ગઇ
- શરૂઆતી કારોબારમાં સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો
- ડોલરની સામે રૂપિયામાં પણ ત્રણ પૈસાનો નજીવો ઘટાડો
- આરબીઆઇની પોલીસી સમીક્ષાના પરિણામ અને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામની બજાર પર સીધી અસર રહેવાના સંકેત
- ઓપેક બેઠકના પરિણામની પણ અસર શેરબજારમાં જાવા મળે તેવી પ્રબળ સંભાવના
- નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બરમાં અર્થવ્યવસ્થાની વિકાસની ગતિ ૭.૧ ટકા થઈ ગઈ છે જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકા રહી હતી
- આરબીઆઇ હાલમાં વ્યાજદર જાળવે તેવી શક્યતા