લખનૌ : શેરબજારમાં આજે કારોબારના અંતે રિકવરીનો દોર યથાવત રહ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ ૨૪ પોઈન્ટ ઉછળીને ૩૬૧૯૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૮ પોઈન્ટ ઉછળીને ૧૦૮૭૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૦.૬ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૦૩૯ રહી હતી. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૪૨૭ નોંધાઈ હતી. મૂડીરોકાણકારો માઈક્ર ઈકોનોમિક ડેટાને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છે. ફિઝકલ ડેફિસીટ અને કોર સેકેટરના ગ્રોથને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છે. બીજી બાજુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની પ્રમુખ સી જિનપિંગ વચ્ચેની બેઠકમાં જી સમિટના ભાગરૂપે યોજાનાર છે. રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં આજે ૧૩ ટકાન ઉછાળો નોંધાયો હતો કારણ કે આજે સુપ્રિમ કોર્ટે સરકાર પાસેથી એનઓસી મેળવવા માટે બે દિવસની અંદર ૧૪ અબજ રૂપિયાની કોર્પોરેટર ગેરેંટી જમા કરવા આરકોમને આદેશ આપ્યો હતો.
કોર્પરેટ ગેરેન્ટી રિલાયન્સ રિયાલિટી દ્વારા જારી કરવામાં આવશે જે આરકોમની સંપૂર્ણ માલિકીની ગૌણ કંપની છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં આજે બે ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે આઈટી ઈન્ડેક્સમાં ૧.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઈન્ફોસિસ અને ટીસીએસના શેરમાં ફરી વાર ઉછાળ નોંધાયો હતો. વૈશ્વિક માર્કેટમાં પણ અફરા તફરીનો દોર રહ્યો હતો. આજે ડિસેમ્બર એફએન્ડઓ સિરિઝમાં પ્રથમ દિવસરે શેરબજારમાં ફ્લેટ કારોબાર રહ્ય હતો. ફાર્મા અને આઈટીના શેરમાં લેવાલી જામી હતી. ઓટો મોબાઈલ કારોબારમાં પણ તેજી રહી હતી. મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૬૩૧૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ઓક્ટોબર મહિનામાં જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા બાદ નવેમ્બર મહિનામાં ફરીવાર નાણાં ઠાલવવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે.આંકડા દર્શાવે છે કે, પહેલીથી ૨૨મી નવેમ્બર વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાં ૯૨૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૫૩૮૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૬૩૧૦ કરોડ સુધી પહોંચ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત હવે ઉલ્લેખનીય રીતે ઘટી રહી છે. રિઝર્વ બેંક હાલમાં વ્યાજદરો યથાવત રાખી શકે છે. માર્ચ ૨૦૧૯માં પુરા થઇ રહેલા નાણાંકીય વર્ષના બાકીના ગાળા દરમિયાન રેટ રિઝર્વ બેંક યથાવત રાખે તેવી શક્યતા છે.
ફુગાવાના આંકડા ઉપર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. સિંગાપોરિયન બેંક ડીબીએસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રેટ અંગેનો નિર્ણય મુખ્યરીતે તેલ કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ફુગાવા ઉપર આધારિત રહે છે. આ વર્ષે આરબીઆઈ હવે તેની વર્તમાન પોલિસીમાં વ્યાજદરમાં કોઇ સુધારો કરે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે.ગઇકાલે ગુરૂવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૪૫૩ પોઇન્ટ ઉછળીને ૩૬૧૭૦ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૧૩૦ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૯ની સપાટીએ રહ્યો હતો. કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો. ભારતમાં ઓક્ટોબરમાં ફિસ્કલ ડેફિસિટનો આંકડો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદનનો આંકડો પણ હવે જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઉતારચઢાવની સ્થિતિ છે.શેરબજારમાં આગામી દિવસમાં પણ હકારાત્મક માહોલ વચ્ચે તેજી રહેવાના સંકેત છે. કારણ કે વૈશ્વિક સ્થિતી પણ સાનુકુળ દેખાઇ રહી છે.