લખનૌ : શેરબજારમાં આજે પણ તેજીનો માહોલ રહ્યો હતો. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૮૩ પોઇન્ટ સુધરીને ૩૬૩૫૩ની સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૩૭ પોઇન્ટ સુધરીને ૧૦૮૯૬ની સપાટી પર રહ્યો હતો. બીજી બાજુ ડોલરની સામે રૂપિયો ૧૮ પૈસા સુધરીને ખુલ્યો હતો. જેથી તેની સપાટી ૬૯.૬૭ની સપાટી પર રહ્યો હતો.મૂડીરકાણકારોએ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૬૩૧૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ઓક્ટોબર મહિનામાં જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા બાદ નવેમ્બર મહિનામાં ફરીવાર નાણાં ઠાલવવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે.આંકડા દર્શાવે છે કે, પહેલીથી ૨૨મી નવેમ્બર વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇÂક્વટી માર્કેટમાં ૯૨૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.
જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૫૩૮૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૬૩૧૦ કરોડ સુધી પહોંચ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત હવે ઉલ્લેખનીયરીતે ઘટી રહી છે. રિઝર્વ બેંક હાલમાં વ્યાજદરો યથાવત રાખી શકે છે. માર્ચ ૨૦૧૯માં પુરા થઇ રહેલા નાણાંકીય વર્ષના બાકીના ગાળા દરમિયાન રેટ રિઝર્વ બેંક યથાવત રાખે તેવી શક્યતા છે. ફુગાવાના આંકડા ઉપર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. સિંગાપોરિયન બેંક ડીબીએસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રેટ અંગેનો નિર્ણય મુખ્યરીતે તેલ કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ફુગાવા ઉપર આધારિત રહે છે. આ વર્ષે આરબીઆઈ હવે તેની વર્તમાન પોલિસીમાં વ્યાજદરમાં કોઇ સુધારો કરે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે.ગઇકાલે ગુરૂવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૪૫૩ પોઇન્ટ ઉછળીને ૩૬૧૭૦ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૧૩૦ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૯ની સપાટીએ રહ્યો હતો.
આજે બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો પરંતુ બીજી ત્રિમાસિક ગાળામાં આંકડો ૭.૨થી ૭.૯ની વચ્ચે રહી શકે છે. વૈશ્વિક ક્રેડિટ રેટિંગ સંસ્થા મૂડીના કહેવા મુજબ ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૩ની આસપાસ થઇ શકે છે. ભારતમાં ઓક્ટોબરમાં ફિસ્કલ ડેફિસિટનો આંકડો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદનનો આંકડો પણ હવે જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઉતારચઢાવની સ્થિતિ છે.શેરબજારમાં આગામી દિવસમાં પણ હકારાત્મક માહોલ વચ્ચે તેજી રહેવાના સંકેત છે. કારણ કે વૈશ્વિક સ્થિતી પણ સાનુકુળ દેખાઇ રહી છે.