બજારમાં રિક્વરી : સેંસેક્સમાં વધુ ૯૦ પોઇન્ટ સુધીનો સુધાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇ :  શેરબજારમાં આજે સવારે રિકવરી જાવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૯૦ પોઇન્ટ રિક્વર થઇને ૩૫૨૯૪ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૬૧૪ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન રિકવરી રહે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા મહિનામાં કરવામાં આવેલા કુલ રોકાણ પૈકી ઇક્વિ ટીમાં પી નોટ્‌સનો હિસ્સો ૫૦૫૮૪ કરોડનો હતો જ્યારે બાકીનો હિસ્સો ડેબ્ટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં હતો. પી-નોટ્‌સ મારફતે એફપીઆઈ રોકાણનું કદ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ૨.૨ ટકા સુધી થઇ ગયો છે જે અગાઉના મહિનામાં ૨.૫ ટકાનો હતો.

વિદેશી મૂડીરોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં જંગી નાણાં પરત ખેંચી લીધા બાદ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૮૨૮૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો, રૂપિયામાં રિકવરી અને લિક્વિડીટીની સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયા બાદ એફપીઆઈ દ્વારા નવેમ્બર મહિનામાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. તેલ કિંમતો નરમ થતાં તેની અસર એફપીઆઈ કારોબારીઓ ઉપર જાવા મળી છે. ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધા બાદ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૭૫ પોઇન્ટ ઘટીને ૩૫૨૦૦ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૬૦૦ની નીચી સપાટીએ રહ્યો હતો.

 

 

 

Share This Article