શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૦૬ પોઇન્ટ ઘટીને રહ્યો હતો. તેન સપાટી ૩૫૧૬૮ રહી હતી. જ્યારે નિફ્ટી ૮૦ પોઇન્ટ ઘટીને તેની સપાટી ૧૦૫૭૫ રહી હતી. આજે દિવસ દરમિયાન શેરબજારમાં મંદી રહેવાના સંકેત મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા મહિનામાં કરવામાં આવેલા કુલ રોકાણ પૈકી ઇક્વિટીમાં પી નોટ્સનો હિસ્સો ૫૦૫૮૪ કરોડનો હતો જ્યારે બાકીનો હિસ્સો ડેબ્ટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં હતો.
પી-નોટ્સ મારફતે એફપીઆઈ રોકાણનું કદ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ૨.૨ ટકા સુધી થઇ ગયો છે જે અગાઉના મહિનામાં ૨.૫ ટકાનો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં જંગી નાણાં પરત ખેંચી લીધા બાદ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૮૨૮૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો, રૂપિયામાં રિકવરી અને લિક્વિડીટીની સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયા બાદ એફપીઆઈ દ્વારા નવેમ્બર મહિનામાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. તેલ કિંમતો નરમ થતાં તેની અસર એફપીઆઈ કારોબારીઓ ઉપર જાવા મળી છે. ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધા બાદ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા.
શેરબજારમાં ગઇકાલે સતત બીજા દિવસે મંદીનો માહોલ જાવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૩૧ શેરો પર આધારિત સેંસેક્સ ૩૦૦.૩૭ પોઇન્ટ ઘટીને ૩૫૪૭૪.૫૧ બંધ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ૫૦ ઇન્ડેક્સ આંક ૧૦૭ પોઇન્ટ ગગડીને બંધ રહ્યો હતો તેની સપાટી ૧૦૬૫૬ રહી હતી. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતી રહેવાન શક્યતા છે. કારણ કે કારોબારી પ્રવાહી સ્થિતીમાં રોકાણઁ કરવા માટે સજ્જ નથી. જુદા જુદા પરિબળો પર હાલમાં તમામની નજર છે.